For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવેક કુમાર બન્યા પીએમ મોદીના નવા ખાનગી સચિવ, જાણો તેમના વિશે બધુ

ભારતીય વિદેશ સેવા (આઈએફએસ) અધિકારી વિવેક કુમારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પર્સનલ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વિદેશ સેવા (આઈએફએસ) અધિકારી વિવેક કુમારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પર્સનલ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે આ કેસમાં આદેશ જાહેર કરવામાં આવ્યો છે. વિવેક કુમાર હજુ પણ પ્રધાનમંત્રી કાર્યાલયમાં જ કાર્યરત છે. વિવેક કુમાર 2004 બેચના આઈએફએસ ઑફિસર છે. આ પહેલા પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં નિર્દેશક હતા. વર્ષ 2014માં ડેપ્યુટી સેક્રેટરી તેમની નિયુક્તિ પીએમઓમાં થઈ હતી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ પૂણેમાં ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 9 લોકોના મોતઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ પૂણેમાં ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર, 9 લોકોના મોત

આઈઆઈટી બૉમ્બેથી પાસ આઉટ છે વિવેક કુમાર

આઈઆઈટી બૉમ્બેથી પાસ આઉટ છે વિવેક કુમાર

શુક્રવારે પ્રધાનમંત્રીની આગેવાનીવાળી કેબિનેટની નિયુક્તિ સમિતિએ વિવેક કુમારની નિયુક્તિને મંજૂરી આપી દીધી હતી. વિવેક કુમારનું પીએમ મોદીના પર્સનલ સચિવ તરીકે નામ સામે આવ્યા બાદ લોકોને તેમના વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે. આવો અમે તમને જણાવીએ કે કોણ છે વિવેક કુમાર? આઈએફએસ બનતા પહેલા વિવેક કુમારે આઈઆઈટી બૉમ્બેથી વર્ષ 1998-2002માં કેમિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો.

રશિયા અને ઓસ્ટ્રેલિયામાં આપી ચૂક્યા છે પોતાની સેવાઓ

રશિયા અને ઓસ્ટ્રેલિયામાં આપી ચૂક્યા છે પોતાની સેવાઓ

ત્યારબાદ તેમણે સિવિલ સર્વિસિઝની એક્ઝામ પાસ કરી અને ભારત સરકારની વિદેશ સેવામાં આવી ગયા. માત્ર 38 વર્ષની ઉંમરમાં એક અધિકારી વિવેક રશિયા અને ઓસ્ટ્રેલિયામાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. વિવેક કુમારના લિંક્ડઈન અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમનો જન્મ સપ્ટેમ્બર 1981માં થયો હતો. બીટેક બાદ વિવેક બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ટેલીકોમ સોફ્ટવેર સ્ટાર્ટઅપમાં કામ કરી ચૂક્યા છે.

તેમની છબી એક ઉત્કૃષ્ટ અધિકારીની માનવામાં આવે છે

તેમની છબી એક ઉત્કૃષ્ટ અધિકારીની માનવામાં આવે છે

પીએમ મોદીના પર્સનલ સચિવ બનતા પહેલા વિવેક કુમાર ગયા છેલ્લા પાંચ વર્ષ ડિસેમ્બર 2014થી તે પીએમઓ (પ્રધાનમંત્રી કાર્યાલય)માં ડાયરેક્ટરના પદ પર હતા. તેમણે વિદેશ મંત્રાલયમાં ડેપ્યુટી ચીફ ઑફ પ્રોટોકલ તરીકે જુલાઈ 2013થી ડિસેમ્બર 2016 સુધી કામ કર્યુ છે. મોદી સરકારમાં તેમની છબી એક ઉત્કૃષ્ટ અધિકારી તરીકેની માનવામાં આવે છે.

English summary
IFS officer Vivek Kumar was appointed as private secretary to Prime Minister Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X