For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IIM બેંગલુરુએ કરી જર્મનીની ટોપ B-School સાથે ભાગીદારી

IIM બેંગલુરુએ ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર ટેક્નોલોજી માટે જર્મનીની બિઝનેસ સ્કૂલ સાથે પાર્ટનરશિપ કરી છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, બેંગલુરુએ બે પ્રમુખ જર્મન બિઝનેસ સ્કૂલ સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. આઈઆઈએમ દ્વારા ફ્રેડરિક અલેક્ઝેંડર યુનિવર્સિટી ઑફ એર્લાનજેન-નૂર્નેબર્ગ(એએફયૂ) અને ફ્રાઇન્હોફર ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇંટીગ્રેટેડ સર્કિટ આઈઆઈએસ સાથે ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર ટેક્નોલૉજિસ્ટ(આઈએમપીટી) જેવા એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ માટે પાર્ટનરશિપ કરવામાં આવી છે.

IIM Bangalore

ત્રણ સ્કૂલો દ્વારા મળીને આઈએમપીટી બનાવવામાં આવ્યું છે, જે ટેક્નોલોજીના ક્ષેત્રે કામ કરતા યુવાઓને આવનારી મુસીબતો અને પડકારોનો પ્રભાવશાળી રીતે સામનો કરવા સક્ષમ બનાવશે. બે અઠવાડિયાનો આ પ્રોગ્રામ ખાસ કરીને એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મેનેજર્સ, પ્રોડક્ટ ડિઝાઇનર્સ અને આર્કિટેક્ટ તથા ભારત અને યુરોપમાં મોટા જટિલ પ્રોજેક્ટ પર કામ કરતા મેનેજર્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ નૂનબર્ગ અને બેંગલુરુ બંને સ્થળોએ એક અઠવાડિયા માટે ભણાવવામાં આવશે.

આ પ્રોગ્રામનો હેતુ ઇનોવેશન, પ્રૌદ્યોગિક આધારિત બિઝનેસ મોડેલ, એન્ત્રાપ્રિન્યોરશિપ અને પ્લેટફોર્મ બિઝનેસ મૉડસને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોગ્રામના રજિસ્ટ્રેશન માટે તમારે www.iimb.ac.in/eep/impt પર જવાનું રહેશે. વધુ જાણકારી માટે તમે 080-269-93380 પર ફોન કરી શકો છો.

આ પ્રોગ્રામ અંગે વિસ્તૃત જાણકારી આપતાં આઈઆઇએમ બેંગલુરુના એક્સઝિક્યૂટિવ એજ્યુકેશન પ્રોગ્રામના અધ્યક્ષ પ્રોફેસર આર. શ્રીનિવાસને કહ્યું કે, 'આઈએમપીટી ભારતીય અને જર્મન પ્રૌદ્યોગિકી તંત્રના મહત્વપૂર્ણ તત્વો અંગે વાત કરી યુવાઓને ગ્લોબલ બિઝનેસ માટે તૈયાર કરે છે. જર્મનીનો એર્લાનજેન નૂનબર્ગ ઇન્ડસ્ટ્રી 4.0ની ઉત્પત્તિ અને મેન્યુફ્રેક્ચરિંગ માટે જાણીતી છે. તો બીજી બાજુ, બેંગલુરુ ભારતની સિલિકોન વેલી કહેવાય છે.' આ પાર્ટનરશિપ દ્વારા દુનિયાના શિક્ષાવિદો અને અગ્રણી સંશોદનકર્તાઓને એક મંચ પર આવવાની તક મળશે.

English summary
The Indian Institute of Management Bangalore (IIMB) has announced a partnership with two premier German B-schools for an International Management Programme for Technologists (IMPT).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X