For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોકરીઓને સારી વહુ બનવાની ટ્રેનિંગ આપશે આઈઆઈટી બીએચયૂ, ત્રણ મહિનાનો કોર્સ

આજના સમયમાં જયારે છોકરીઓ પોતાના પગ પર ઉભી થઇ રહી છે અને પુરુષોના ખભે થી ખભો મેળવીને આગળ વધી રહી છે, તેવામાં આઈઆઈટી બીએચયૂ એક અજીબ કોર્સ લઈને આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આજના સમયમાં જયારે છોકરીઓ પોતાના પગ પર ઉભી થઇ રહી છે અને પુરુષોના ખભે થી ખભો મેળવીને આગળ વધી રહી છે, તેવામાં આઈઆઈટી બીએચયૂ એક અજીબ કોર્સ લઈને આવ્યું છે. આઈઆઈટી બીએચયૂ છોકરીઓને સારી વહુ બનવાની ટ્રેનિંગ આપવા જઈ રહ્યા છે. તેના માટે આઈઆઈટી બીએચયૂ ઘ્વારા "ડોટર્સ પ્રાઇડ: બેટી મેરા અભિમાન" નામનો એક કોર્સ શરુ કર્યો છે. આ કોર્સમાં આઈઆઈટી બીએચયૂ છોકરીઓને સેલ્ફ કોન્ફિડન્સથી લઈને મેરેજ સ્કિલ્સ શીખવશે.

અજીબ કોર્સ લાવ્યું આઈઆઈટી બીએચયૂ

અજીબ કોર્સ લાવ્યું આઈઆઈટી બીએચયૂ

આઈઆઈટી બીએચયૂ છોકરીઓ માટે એક અજીબ કોર્સ લઈને આવ્યું છે. આઈઆઈટી બીએચયૂ હવે યુવતીઓને પોતાના પગ પર ઉભા થવાને બદલે એક સારી વહુ બનવાની ટ્રેનિંગ આપશે. આઈઆઈટી બીએચયૂ ઘ્વારા યંગ સ્કિલ ઇન્ડિયા હેઠળ "ડોટર્સ પ્રાઇડ: બેટી મેરા અભિમાન" નામનો એક કોર્સ શરુ કર્યો છે.

છોકરીઓને મેરેજ સ્કિલ શીખવશે

છોકરીઓને મેરેજ સ્કિલ શીખવશે

આ કોર્સનો ઉદેશ છોકરીઓનો આત્મવિશ્વાસ વધારવો અને તેને લગ્ન માટે તૈયાર કરવાનો છે. આ કોર્સમાં છોકરીઓને ફેશન, કમ્પ્યુટર સ્કિલ સાથે સાથે પ્રોબ્લમ સોલવિંગ પણ શીખવવામાં આવશે. આ કોર્સમાં મેરેજ સ્કિલ્સ પણ શીખવવામાં આવશે. આઈઆઈટી બીએચયૂ આ કોર્સ 3 સપ્ટેમ્બરથી શરુ કરવા જઈ રહ્યું છે.

સીઈઓ ઘ્વારા અનોખી પહેલ જણાવવામાં આવી

સીઈઓ ઘ્વારા અનોખી પહેલ જણાવવામાં આવી

યંગ સ્કિલ ઇન્ડિયાના સીઈઓ નીરજ શ્રીવાસ્તવ ઘ્વારા આ કોર્સને એક અનોખી પહેલ ગણાવવામાં આવી છે. તેમને જણાવ્યું કે "ડોટર્સ પ્રાઇડ: બેટી મેરા અભિમાન" નામનો કોર્સ એક ખાનગી સંસ્થા સાથે મળીને શરુ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સમાં કાઉન્સલર, ફેશન ડિઝાઈનર અને સ્કિલ ટ્રેનર્સ છોકરીઓને એક સારી વહુ બનવાની ટ્રેનિંગ આપશે.

English summary
IIT BHU Starts Course To Train Woman To Be Perfect Daughter-In-Law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X