For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઈઆઈટી મદ્રાસમાં પીએચડી સ્કૉલરે કરી આત્મહત્યા, 4 મહિનામાં બીજો કેસ

આઈઆઈટી મદ્રાસના પીએચડી સ્કૉલર હોસ્ટેલમાં રહેતી 25 વર્ષની છોકરીનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

આઈઆઈટી મદ્રાસના પીએચડી સ્કૉલર હોસ્ટેલમાં રહેતી 25 વર્ષની છોકરીનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો છે. મૃત રંજના કુમારી ઝારખંડની રહેવાસી હતી અને વર્ષ 2017માં તેણે આઈઆઈટી મદ્રાસ જોઈન કર્યુ હતુ. રંજના મેટલર્જી અને મટિરિયલ સાયન્સમાં પીએચડી માટે કામ કરી રહી હતી.

suicide

રંજનાના માતા પિતા તેના પૂરા બે દિવસ સુધી કૉલ કરતા રહ્યા પરંતુ કોઈએ ઉઠાવ્યો નહિ ત્યારબાદ જ્યારે તેમણે અન્ય સાથીઓને ફોન કર્યો તો રંજનીના રૂમનો દરવાજો ખોલાવવામાં આવ્યો. અહીં રંજનાનો મૃતદેહ હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા 4 મહિનામાં આઈઆઈટી મદ્રાસના કેમ્પસમાં આ બીજી આત્મહત્યા છે. આ પહેલા સપ્ટેમ્બરમાં કેરલના રહેવાસી કોરનાથે આત્મહત્યા કરી લીધી હતી. પોલિસનું કહેવુ છે કે રૂમમાંથી ઘણી દૂર્ગંધ આવી હતી જેનાથી સ્પષ્ટ છે કે રંજનાએ થોડા દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી.

આઈઆઈટી મદ્રાસમાં કુલ 18 હોસ્ટેલ છે. પોલિસ કેસની તપાસમાં લાગી ગઈ છે. પોલિસનું કહેવુ છે કે રંજના 31 ડિસેમ્બરની રાતે નવા વર્ષના સેલિબ્રેશન માટે પણ રૂમમાંથી બહાર નીકળી નહોતી. જો કે રંજના કોઈ તણાવમાં હોવાની વાતથી બધાએ ઈનકાર કર્યો છે. તો તેણે આત્મહત્યા જેવુ પગલુ કેમ ભર્યુ તે વિશે પોલિસ તપાસમાં લાગેલી છે.

આ પણ વાંચોઃ Video: ઈતિહાસમાં પહેલી વાર કેરલના સબરીમાલા મંદિરમાં થયો મહિલાઓનો પ્રવેશઆ પણ વાંચોઃ Video: ઈતિહાસમાં પહેલી વાર કેરલના સબરીમાલા મંદિરમાં થયો મહિલાઓનો પ્રવેશ

English summary
iit madras phd scholar ranjana kumari took extreme step second such case in past four months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X