બાંગ્લાદેશના ગેરકાયદેસર મુસ્લિમોને ભારતની બહાર કઢાશે : ભાજપ

Google Oneindia Gujarati News

કોલકત્તા, 4 મે : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોલકત્તામાં પોતાના ભાષણ દરમિયાન કરેલા નિવેદન અંગે ભાજપે આજે સ્પષ્ટતા કરી છે. નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસરી રીતે ભારતમાં ઘૂસી આવેલા બાંગ્લાદેશી મુસ્લિમ શરણાર્થી અંગે કરેલી ટિપ્પણી અંગે ભાજપે સ્પષ્ટતા આપી છે.

આ અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં મુસ્લિમો બહુમતી સંખ્યામાં છે. જો તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરે છે તો તેઓ ગેરકાયદેસર પ્રવાસી ગણાય. આગામી 16 મે બાદ તેમને ભારતમાંથી બહાર મોકલી આપવામાં આવશે. નરેન્દ્ર મોદીજીએ આવી વાત કહી હતી.

narendra-modi-secular-image

સિંહે એમ પણ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રની એક શરણાર્થી નીતિ છે. જેમાં ધર્મને કારણ દબાવી દેવામાં આવ્યા હોય અથવા ભેદભાવનો શિકાર બન્યા હોય તેવા લઘુમતી સમુદાયને શરણાર્થીનો દરજ્જો આપવામાં આવે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ લઘુમતીમાં છે આથી તેમને ભારતમાં શરણાર્થીનો દરજ્જો મળશે.

English summary
BJP has gave clerification over Narendra Modi's remark on Illegal Bangladeshi muslim migrants.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X