• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તહસીન ઉર્ફે મોનૂ છે પટણા સીરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ

|

નવી દિલ્હી, 28 ઓક્ટોબર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીના ઠીક પહેલા પટણામાં થયેલા સીરિયલ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો પત્તો લાગી ગયો છે. પટણા સીરિયલ બ્લાસ્ટની તપાસ કરી રહેલી એજન્સીઓના સૂત્રોની માનીએ તો મોનૂ ઉર્ફ તહસીન આ વિસ્ફોટો માસ્ટરમાઇન્ડ છે. મોનૂ ઇન્ડિયન મુઝાહિદ્દીનનો આંતકી છે. તે યાસિન ભટકલની સાથે પણ કામ કરી ચૂક્યો છે. ઇન્ડિયન મુઝાહિદ્દીનના વડા યાસીનની ધરપકડ બાદ જ મોનૂ ઉર્ફે તહસીન એનઆઇએના રડાર પર છે.

સૂત્રોની માનીએ તો આ પહેલા એનઆઇએ તેની સુધી પહોંચી શકતી તહસીન પટણા બ્લાસ્ટના કાવતરા અંજામ આપવામાં સફળ થઇ ગયો. તપાસ એજન્સીઓના સૂત્રોની માનીએ તો મોનૂએ જ પોતાના પાંચ સાથિઓની સાથે મળીને સડયંત્ર રચ્યું અને આ વિસ્ફોટોને અંજામ આપ્યો. મળતી જાણકારી અનુસાર આ વિસ્ફોટોનું સડયંત્ર રાંચીમાં રચવામાં આવ્યું. મોનૂ ઉર્ફે તહસીન બિહારના દરભંગાનો રહેનાર છે.

blast
સૂત્રો અનુસાર આ વિસ્ફોટોમાં એક આતંકવાદીનું મોત થયું છે જ્યારે ઇમ્તિયાઝ નામનો અન્ય આતંકવાદીની ધરપકડ કરી લેવા ઇ છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ઇમ્તિયાઝના ખુલાસાના આધાર પર જ રાંચીમાં રેડ પાડવામાં આવી. આ દરોડાઓમાં પોલીસને અઢી કિલો વિસ્ફોટક ભરેલું પ્રેસર કુર મળ્યું છે.

આ ઉપરાંત એક સીડી અને અન્ય ઘણી આપત્તિજનક વસ્તુઓ મળી આવી છે. રાંચીમાંથી જ પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ મોનૂ ઉર્ફે તહસીન અને બાકી બે આતંકવાદીઓની તપાસમાં દરોડા પાડી રહી છે. પોલીસે નેપાળ બોર્ડર સીલ કરાવી દીધી છે જેથી તેઓ દેશમાંથી ભાગી ના શકે.

English summary
IM's Monu is mastermindi in Patna serial blasts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more