ગોવા સહિત દેશના 8 રાજ્યોમાં જોરદાર વરસાદના અણસાર, IMDએ આપી ચેતવણી
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેમાં ગોવામાં જોરદાર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે કહ્યુ કે આવનારા બેથી ત્રણ કલાકમાં નોર્થ ગોવા અને સાઉથ ગોવામાં ભારે વરસાદ થઈ શકે છે માટે લોકોને સાવચેત રહેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પહેલેથી જ દેશના આઠ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ હતુ.

જાણો વિભાગે ક્યાં ક્યાં કર્યુ ભારે વરસાદનુ એલર્ટ
આવતા 24 કલાક દરમિયાન ગિલગિટ બાલ્ટીસ્તાન, દિલ્લી ઉત્તર પ્રદેશ, પૂર્વ અને દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આજે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.

અહીં થશે હળવાથી મધ્યમ વરસાદ
દિલ્લી-એનસીઆર, બિહાર અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, હરિયાણા, પંજાબ અને એમપીમાં હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન છે. હવામાની સ્થિતિ જણાવતી સંસ્થા સ્કાઈમેટે ચેતવણી આપી કે છે કે અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદ આવી શકે છે.

અહીં પણ વરસશે વાદળ
વળી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વોત્તર ભારત, ઓરિસ્તા, તટીય આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાયલસીમી, કેરળ, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે.
વિકાસ દુબેના એન્કાઉન્ટર સમયે શું શું થયુ, નજરે જોનારાએ કહાની જણાવી