બિહાર, ઓરિસ્સા અને ઝારખંડમાં ભારે વરસાદનું અલર્ટ, પ્રશાસનની ચિંતા વધી
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે ગલા 24 કલાક દરમિયાન બિહાર, ઓરિસ્સા અને ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે માટે લોકોને ચેતવણી આપતાં અલર્ટ કરવામાં આવ્યા છે. વિભાગ મુજબ બિહારના પૂર્વી પશ્ચિમ ચંપારણ, સિવાન, સારણ, સીતામઢી, મધુબની, દરભંગા, વૈશાલી, શિવહર, સમસ્તીપુર સહિત 19 જિલ્લામાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાના અણસાર છે.

ભારે વરસાદનું અલર્ટ જાહેર
જ્યારે દક્ષિણ બિહારના પટના, ગયા, નવાદા, શેખુપુરા, બેગૂસરાય, કટિહાર, બાંકા, ભાગલપુર, મુંગેર, ખગડિયા સહિત 19 જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. આની સાથે જ હવામાન વિભાગે છત્તીસગઢ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરામાં પણ ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.

ઓરિસ્સામાં પૂરને કારણે 17 લોકોના મોત
ઓરિસ્સા પહેલેથી જ ભારે વરસાદને કારણે તબાહીનું સાક્ષી બની ચૂક્યું છે, મહાનદીની સાથોસાથ અન્ય કેટલીય નદીઓ પણ ઉપલા સ્તરે છે જે કારણે રાજ્યના 20 જિલ્લા પ્રભાવિત છે, કટક, જાજપુર, કેન્દ્રપડા, ખોર્ધા, પૂરી અને ભદ્રક જિલ્લામાં સ્થિતિ બહુ ગંભીર છે, એવામાં વિભાગના અલર્ટ જાહેર થવાથી પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. જણાવી દઈએ કે રાજ્ય સરકાર મુજબ અત્યાર સુધી પૂરના કારણે 17 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

દક્ષિણમાં પણ ભારે વરસાદ
આગલા 3-4 દિવસ દરમ્યાન રાયલસીમા, તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે માટે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે અલર્ટ જાહેર કર્યું છે, આઈએમડીએ કહ્યું કે વીજળી પડવાની આશંકા છે.
પીએમ કેર્સ ફંડ પર પી ચિદમ્બરમે ઉઠાવ્યા સવાલ

રાજસ્થાનમાં પણ વરસાદથી આફત પેદા થઈ શકે
જ્યારે રાજસ્થાનમાં હવામાન વિભાગે આગામી ચોવિસ કલાકમાં રાજ્યમાં કેટલીય જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, ગત ચોવીસ કલાકમાં લગભગ પૂરા રાજ્યમાં વરસાદ થયો અને કેટલાક જગ્યાઓ પર ભારે વરસાદ થયો છે તો હવામાન વિભાગે સિરોહી, રાજસમંદ, ઉદયપુર, જૈસલમેર, જોધપુર, બાડમેર, બીકાનેર, જાલોર, જેસલમેર અને જોધપુર જિલ્લામાં ભારે વરસાદની આશંકા જતાવી છે.