દેશના 8 રાજ્યોમા ભારે વરસાદની આશંકા, IMDનું 5 દિવસનું અલર્ટ
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આગલા 5 દિવસ માટે દેશના કેટલાય વિસ્તારોમાં મૂશળધાર વરસાદની ચેતવણી આપી છે, વિભાગે કહ્યું કે આગલા 5 દિવસ દેશના કેટલાય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આશંકા છે. જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં દબાણ બન્યું છે અને તે સતત આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર, પૂર્વી અને મધ્ય ભારતમાં આગલા ચાર પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ થશે.

છત્તીસગઢમાં રેડ અલર્ટ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર પ્રદેશ, દિલ્હી, બંગાળ, રાજસ્થાન, પૂર્વી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભક્ષેત્ર, બિહાર, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેટલાય ક્ષેત્રોમાં વરસાદ થઈ શકે છે. આઈએમડીએ છત્તીસગઢમાં 27 ઓગસ્ટે રેડ અલર્ટ જાહેર કરાયું છે.

ઉત્તર પ્રદેશના પૂર્વી ભાગમાં વરસાદના અણસાર
ઉત્તર પ્રદેશના પૂર્વી ભાગમાં પાછલા 24 કલાક દરમિયાન ક્યાંક-ક્યાંક તેજ અને ભારે વરસાદ થયો, જ્યારે પશ્ચિમી ભાગના કેટલાય વિસ્તારોમાં વરસાદ થયો. આગલા 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

અહીં પણ અલર્ટ જાહેર
દક્ષિણ પૂર્વી રાજસ્તઆનના અજમેર, ટોંક, જયપુર, બૂંદી, સવાઈ માધોપુર, ભીલવાડા, બાડમેર, પાલી, જાલૌર, જોધપુર અને જેસલમેર જિલ્લા માટે અલર્ટ જાહેર કરવામા આવ્યું છે.

સ્કાઈમેટની આગાહી
જ્યારે સ્કાઈમેટ મુજબ જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આંતરિક તમિલનાડુ, કોંકણ અને ગોવાની સાથોસાથ આંધ્ર પ્રદેશના રાયલસીમા અને ઉત્તરી તટીય વિસ્તારો અને તેલંગાણામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે.
જગતના તાત માટે ખાસ સમાચાર, ખેડૂતોને લોન આપવા માટે હવે સેટેલાઈટનો ઉપયોગ થશે