For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ

સોમવારે પણ દિલ્લીમાં મોનસુનનું ઓરેન્જ એલર્ટ ચાલુ રહેશે. આ દરમિયાન ગાજવીગ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાના અણસાર છે.

|
Google Oneindia Gujarati News

રવિવારે દેશની રાજધાનીમાં જોરદાર વરસાદ થયો જેનાથી તાપમાનમાં ઘટાડો થયો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો. સોમવારે પણ દિલ્લીમાં મોનસુનનું ઓરેન્જ એલર્ટ ચાલુ રહેશે. આ દરમિયાન ગાજવીગ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાના અણસાર છે. વળી, મંગળવાર માટે પણ મોનસુનનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

ઉત્તરાખંડ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના

ઉત્તરાખંડ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર દહેરાદૂન, રુદ્રપ્રયાગ, ઉત્તરકાશીમાં ભારે વરસાદના અણસાર છે. વળી, એમપીના અમુક વિસ્તારોમાં પણ આજે જોરદાર વરસાદ થઈ શકે છે.

કર્ણાટકના તટીય વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન

કર્ણાટકના તટીય વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન

હવામાન વિભાગનું કહેવુ છે કે કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનું અનુમાન છે અને આ કારણે લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે તમને જણાવી દઈએ કે આ પહેલા વિભાગે હિમાચલના સોલન, મંડી, બિલાસપુર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને એમપીમાં ભારે વરસાદની એલર્ટ જારી કરી હતી.

આ પણ વાંચોઃ પી ચિદમ્બરમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીઆ પણ વાંચોઃ પી ચિદમ્બરમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

એમપીમાં ભારે વરસાદની સંભાવના

એમપીમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકોમાં હોશંગાબાદ, બેતુલ, બડવાની, અલીરાજપુર, ટીકમગઢ, દમોહ, છતરપુર, દતિયા, નીમચ, શિવપુરી, અશોકનગર, ભિંડ, જબલપુર, નરસિંહપુર, રીવા, સતના, સિંગરૌલી, ભોપાલ, રાયસેન, ઉજ્જૈન, રાજગઢ, સીહોર, વિદિશા, રતલામ, મંદસૌર, શાજાપુર, દેવાસ, આગર, ઈન્દોર, ધાર, ઝાબુઆ, ખંડવા, ખરગોન, બુરહાનપુર, હરદા, સાગર અને ગુનામાં ભારે વરસાદ થઈ શકે છે.

યુપીમાં પણ વરસશે વાદળ

યુપીમાં પણ વરસશે વાદળ

વિભાગના જણાવ્યા અનુસાર એક નિમ્ન દબાણનું ક્ષેત્ર ઉત્તર પ્રદેશના ઉત્તર પૂર્વી ભાગો પર બનેલુ છે. મોનસુન ટ્રફ ગંગાના મેદાની વિસ્તારોથી થઈને બંગાળની ખાડી સુધી સક્રિય છે જેના કારણે કાનપુર, લખનઉ, ઝાંસી, ફતેહપુર, રાયબરેલી, મેરઠ, રામપુર, અમેઠી, મથુરા અને અલીગઢ તથા આસપાસા શહેરોમાં પણ આજે વરસાદ થઈ શકે છે.

English summary
Heavy Rain Expected In Karnataka, Uttarakhand and Orange Alert in Delhi says India Meteorological Department ((IMD).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X