IMD Warning: દિલ્હી સહિત આ રાજ્યોમાં પડી શકે ધોધમાર વરસાદ
નવી દિલ્હીઃ એકવાર ફરી હવામાને કરવટ લીધી છે, ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ અને કરાવૃષ્ટિની ચેતવણી જાહેર કરી છે, હવામાન વિભાગે કહ્યું કે દિલ્હીમાં આગલા 2 કલાકમાં તેજ વરસાદની સંભાવના છે, જણાવી દઈએ કે રાજધાનીના કેટલાય વિસ્તારોમાં ગુરુવારે મોડી સાંજે અટકી અટકીને વરસાદ થઈ રહ્યો છે, જેના તાપમાનમાં કમી મહેસૂસ કરવામાં આવી, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે આજે સવારે 8.30 વાગ્યે ન્યૂનતમ તાપમાન 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્યથી એક ડિગ્રી વધુ છે.

દિલ્હીમાં આજથી વરસાદની સંભાવના
જણાવી દઈએ કે કાલે રાત્રે પણ દિલ્હી અને નોઈડા, ગાજિયાબાદના કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને વાતાવરણમાં પરિવર્તન થયું જ્યારે ગુરુવારે રાજસ્થાનના કેટલાય જિલ્લાઓમાં તેજ હવા સાથે વરસાદ થયો છે. જયપુર, હનુમાનગઢ અને જેસલમેર સહિત કેટલીય જગ્યાઓએ કરા પડ્યા છે.

વાદળ ગરજવાની સાથે કરાવૃષ્ટિનું અનુમાન
હવામાન વિભાગે આજે દિલ્હી સહિત જયપુર, કોટા, ભરતપુર, જોધપુર, બીકાનેરમાં ક્યાંક-ક્યાંક વાદળ ગરજવાની સાથે ઓલાવૃષ્ટિનું અનુમાન જતાવ્યું છે, કહેવાઈ રહ્યું છે કે પશ્ચિમી વિક્ષોભને પગલે રાજસ્થાનના પશ્ચિમ અને પાકિસ્તાન ઉપર ચક્રવાતી તંત્ર બનવાથી કરા પડવાની સાથોસાથ વરસાદ થવાના અણસાર ચે જ્યારે આજે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓરિસ્સા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર સહિત પૂર્વોત્તરના કેટલાય રાજ્યોમાં આજે તેજ વરસાદની સંભાવના છે.

આગલા 24 કલાકમાં તેજ વરસાદ થઈ શકે
જ્યારે દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળ છવાયેલા રહેવાના અણસાર છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે, જ્યારે મધ્ય પ્રદેશના કેટલાય શહેરોમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદનું અનુમાન છે.

આ રાજ્યોમાં થશે ધોધમાર વરસાદ
જબલપુર, મંડલા, સાગર, રાયપુર સહિત મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેજ વરસાદ થશે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ સહિત ઉજ્જૈન અને ઈન્દોરમાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ આજ રાત્રે હવામાન બદલી શકે છે. અહીં રાજધાની લખનઉ, કાનપુર, અયોધ્યા, રાયબરેલી, અમેઠી, બહરાઈચ, ગોંડા, બસ્તી, બાંદા, ચિત્રકૂટ, પ્રયાગરાજ, પ્રતાપગઢ, જોનપુર, સુલ્તાનપુર, મિર્જાપુર, વારાણસીમાં આગલા 12 કલાક સુધી ઝરમર વરસાદ થઈ શકે છે.
coronavirus વિશે આ 5 વાતો બિલકુલ ખોટી છે, જેનું સચ જાણવું તમારા માટે બહુ જરૂરી