• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આગામી કેટલાક કલાકોમાં આ રાજ્યોમાં પડી શકે ધોધમાર વરસાદ, આંધી-તોફાનનું અલર્ટ

|

નવી દિલ્હીઃ ભારતભરમાં ભીષણ ગરમી પડી રહી છે અને શનિવારે પડેલા વરસાદના કારણે ભારતના કેટલાય રાજ્યોમાં ગરમીથી થોડી રાહત મળી છે તો ક્યાંક ભારે વરસાદે તબાહી મચાવી છે, ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે આગલા ત્રણ કલાક દરમિયાન મુઝફ્ફરનગર, મુરાદાબાદ, રામપુર, બરેલી, પીલીભીત, બદાયું, સંભલ, અમરોહા, બુલંદશહર, અલીગઢ, એટા, કાસગંજ, ફર્રુખાબાદ, શાહજહાંપુર, લખીમપુર ખીરી અને આજુબાજુના વસ્તારોમાં આંધી, ગાજવીજ અને વરસાદની સંભાવના છે.

યુપીના કેટલાય રાજ્યોમાં વરસાદનું અનુમાન

યુપીના કેટલાય રાજ્યોમાં વરસાદનું અનુમાન

જણાવી દઈએ કે શનિવારે યુપીના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન પહોંચ્યું છે, યુપીના ઉન્નાવ અને કન્નૌજમાં ભારે વરસાદને પગલે 13 લોકોના મોત થયાં છે, મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારે વરસાદ અને વિજળી પડવાથી કન્નૌજમાં 5 અને ઉન્નાવમાં 8 લોક મોતના શિકાર થી ગયા છે. જ્યારે ઘણી સંપત્તિને નુકસાન થયું છે.

7 રાજ્યોમાં આંધી આવવાની આશંકા

જ્યારે ભારતીય હવામાન વભાગે કહ્યું કે રાજસ્થાન સહિત દેશના 7 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું અનુમાન છે, આ રાજ્ય દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, પંજાબ અને કેરળ છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આ દરમિયાન 30-50 કિમી પ્રતિ કલાકની ગતિએ હવા પણ ચાલી શકે છે, જ્યારે આગલા 24 કલાક દરમિયાન યુપી ઉપરાંત પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન અને નોર્થ ઈસ્ટમાં ઝમર વરસાદ થવાના અણસાર છે, જ્યારે આંતરિક તમિલનાડુ, કેરળ, દક્ષિણી કર્ણાટક અને તટીય આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથોસાથ કેટલાક સ્થળોએ તેજ રવસાદ પડી શકે છે.

સમય પહેલા પહોંચી ગયું મૉનસૂન

હવામાન વિભાગની ભવિષ્યવાણી કરનાર ખાનગી ન્યૂજ એજન્સી સ્કાઈમેટે શનિવારે ટ્વીટ કરતા મૉનસૂન કેરળ પહોંચ્યું હોવાની જાણકારી આપી, તેમણે ટ્વીટમાં કહ્યું કે આખરે વર્ષ 2020નું દક્ષિણ-પશ્ચિમી મૉનસૂન ભારતની ધરતી પર પહોંચી ગયું છે. મૉનસૂને નક્કી તારીખ પહેલા જ કેરળમાં દસ્તક આપી છે. તમામ પ્રકારની શરૂઆતી સ્થિતિમાં જેમાં વરસાદ, ઓએલઆર વેલ્યૂ, હવાની રફ્તાર વગેરે મળ નથી ખાઈ રહ્યો. આખરે ભારતીયો માટે ચાર મહિના સુધી ચાલનાર ઉત્સવ શરૂ થઈ ગયો છે. હેપ્પી મૉનસૂન.

ભારે વરસાદને પગલે નદીઓમાં જળસ્તર વધ્યું છે

જ્યારે બીજી તરફ આસામ સહિત ઉત્તર પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશણાં તેજ વરસાદથી કેટલાય રાજ્યોમાં ભારે વરસાદને કારણે નદીઓનું જળસ્તર વધી ગયું છે, એકલા આસામના સાત જિલ્લામાં બે લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રબંધન પ્રાધિકરણ મુજબ ધેમાજી, લખીમપુર, દર્રાંગ, નલબાડી, ગોલપારા, ડિબ્રૂગઢ અને તનસુકિયાના 17 રાજસ્વ વિસ્તારોમાં 229 ગામ પૂરથી પ્રભાવિત થઈ ગયા છે.

સોમવારથી દરરોજ ચાલવા લાગશે 200 ટ્રેન, સંચાલન પહેલા રેલવેએ આ અપીલ કરી

English summary
IMD Warns: Heavy rain expected in some state including Uttar Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more