For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી નિપટવા માટે ઓરિસ્સા સરકાર સજ્જ, 8 શહેર લૉક ડાઉન

કોરોનાથી નિપટવા માટે ઓરિસ્સા સરકાર સજ્જ, 8 શહેર લૉક ડાઉન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ Covid-19એ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, ઝડપી ગતિએ ફેલાઈ રહેલા આ કોરોનાના સંક્રમણથી બચવા માટે ઓરિસ્સા સરકારે કેટલીય ઘોષણાઓ કરી છે. મુખ્યમંત્રી નવિન પટનાયકે હાલાતની ગંભીરતાને સમજતા 22 માર્ચથી 29 માર્ચ સુધી પાંચ જિલ્લા અને 8 શહેરોમાં સંપૂર્ણપણે લૉક ડાઉનનું એલાન કરી દીધું છે. આ દરમિયાન નાગરિકોને પણ કોઈ પ્રકારની સમસ્યા ના થાય તે વાતને પણ સરકારે ધ્યાનમાં લીધી છે.

naveen patnaik

ઓરિસ્સા સરકારે ખુરદા, ગંજમ, કટક, અંગુલ અને કેન્દ્રપાડાને લૉક ડાઉન કરવાનો ફેસલો લીધો છે. આ ઉપરાંત પહેલા ફેઝમાં પુરી, રાઉરકેલા, સંબલપુર, ઝારસુગુડા, બાલાસોર જાજપુર રેડ, જાજપુર ટાઉન અને ભદ્રકમાં પણ લૉક ડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે લોકો પોતાના ઘરમાં જ રહે અને જરૂરી કામ માટે જ બહાર નીકળે. લૉક ડાઉન દરમિયાન હોસ્પિટલ, કલીનિક, મેડિસિન, ગ્રોસરી, શાકભાજી, મીટ અને દૂધની દૂકાનો ખુલી રહેશે. આ ઉપરાંત બેંક, એટીએમ અને પેટ્રોલ પંપ પણ ખુલ્લા રહેશે.

આ મામલે ઓરિસ્સા સરકારે પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે શનિવારે બપોર સુધીમાં રાજયમાં તપાસ માટે 70 સેમ્પલ મોકલાયા હતા જેમાંથી 2 પૉજિટિવ છે અને એકનો રિપોર્ટ આવ્યો નથી. જે બે દર્દીનો ટેસ્ટ પૉજિટિવ આવ્યો છે, તેમની હાલાત સ્થિર જણાવાઈ રહી છે. આ બંને દર્દીઓના સંપર્કમાં 56 લોકો આવ્યા હતા, જેમાંથી 53 લાપતા થઈ ચૂક્યા છે તેમાંથી 23 લોકોને હોસ્પિટલે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે મહામારી એક્ટ 1897 અંતર્ગત મીડિયાકર્મીઓને પણ એડવાઈઝરી જાહેર કરી છે કે કોરોનાવાઈરસના સંક્રમિત કે તેની સાથે જોડાયેલ લોકો, સંબંધીઓ, ડૉક્ટર, મેડિકલ સ્ટાફની ઓળખ કોઈપણ કિંમતે જાહેર ના કરે અને તેમનું ઈન્ટર્વ્યૂ પણ ના કરે. સરકારે સપષ્ટ કરી દીધું કે જે કોઈપણ ગાઈડલાઈન કે એડવાઈઝરીનો ઉલ્લંઘન કરશે તેમની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય સરાકરે ખાદ્ય સુરક્ષા સકીમ અંતર્ગત આ સંકટના સમયે ગરીબ લાભાર્થીઓને પણ 5 લાખથી વધારી દીધા છે, જેમને 24 માર્ચથી પ્રતિ વ્યક્તિ 1 રૂપિયાના હિસાબે 5 કિલો ચોખા આપવામાં આવશે. એટલું જ નહિ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને મળનાર મધ્યાહન ભોજન પણ એક જવારમાં ત્રણ મહિના માટે એડવાન્સમાં ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત પણ કેટલીય પ્રકારની રાહતની ઘોષણાઓ કરવામાં આવી છે.

IMF: વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસના કારણે પડશે ખરાબ પ્રભાવIMF: વૈશ્વિક અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસના કારણે પડશે ખરાબ પ્રભાવ

English summary
Important initiative of the oisha government to fight coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X