આજે નોટ બદલવા બેંક જઇ રહ્યા છો તો વાંચો આ સમાચાર

Posted By:
Subscribe to Oneindia News

8 નવેમ્બર નોટબંધીની જાહેરાત બાદ બેંકના નિયમો મોટે ભાગે દરરોજ બદલાઇ રહ્યા છે. જેના કારણે સંપૂર્ણ જાણકારી મેળવીને જ બેંકમાં જવુ હિતકારી છે. ત્યારે આજે શનિ રવિવારે બેંક રજાના ભાગરૂપે જો તમે બેંકમાં નોટ બદલાવવા કે પછી નવી નોટ નીકાળવા જઇ રહ્યા હોવ તો સૌથી પહેલા આ ખબર ખાસ વાંચીને જજો. અને તમારા મિત્રો શેયર પણ કરજો.

arun jetaly

નોંધનીય છે કે શનિવારે જ્યારે બેંક ખુલેગા ત્યારે જૂની નોટો બદલવું ખાલી વરિષ્ઠ નાગરિકો માટે જ શક્ય બનશે. ઇન્ડિયન બેંક ઓસોસિએશનના ચેરમેન રાજીવ ઋષિએ આ વાતની જાણકારી આપી છે. નોંધનીય છે કે નોટબંધી પછી બેંકો પર થઇ રહેલી ભારે ભીડના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં નોટબંધી પર કયા કયા નિયમો આવી ચૂક્યા છે તે અંગે જાણો અહીં...

currency

આજના નવા નિયમ આ પ્રમાણે છે

આજે અન્ય ગ્રાહકો 500 અને 1000 રૂપિયાની જૂની નોટો નહીં બદલાવી શકે.

વરિષ્ઠ નાગરિકો જ આજે કોઇ પણ બેંકની કોઇ પણ શાખામાં જૂની નોટ બદલાવી શકશે.

નાણાની મુશ્કેલીને દૂર કરવા માટે આજથી કોઇ પણ પોઇન્ટ ઓફ સેલ મશીન એટલે કે સ્વાઇપ મશીનથી બે હજાર રૂપિયા કેશ નીકાળી શકાય છે.

હવે કોઇ પણ સ્વાઇપ મશીનથી કેશ મળશે અને 30 ડિસેમ્બર સુધી તમારા પૈસા નીકળવા પર કોઇ ટ્રાન્ઝેક્શન ચાર્ઝ નહીં લાગે.

bank

જૂની નોટો બદલવાનો નિયમ

8 નવેમ્બરના રોજ પીએમએ નોટબંધી જાહેરાત કરી. ત્યારે જૂની નોટો દ્વારા શરૂઆતમાં ખાલી 4000 હજાર રૂપિયા જ બદલી શકાશે તેવી જાહેરાત કરી હતી.

13 નવેમ્બરના રોજ નોટ બદલવાની રકમ 4000 ના બદલે 4500 કરવામાં આવી

15 નવેમ્બરના રોજ બેંકમાં આંગળી પર સાહી લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

17 નવેમ્બરના રોજ નોટ બદલવાની રમક 4500થી ઓછી થઇને 2000 કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ખાતામાંથી પૈસા નીકળવાના નિયમ

currency

8 નવેમ્બરના રોજ 10,000 પ્રતિદિન અને 20,000 એક અઠવાડિયામાં તેવી છૂટ આપવામાં આવી હતી.

13 નવેમ્બરના રોજ દરેક અઠવાડિયે 24,000 રૂપિયા નીકાળવાની છૂટ આપવામાં આવી.

14 નવેમ્બરના રોજ દર અઠવાડિયે 50,000 રૂપિયા નીકળવાની જાહેરાત કરવામાં આવી.

17 નવેમ્બરના રોજ ખેડૂતો માટે 25 હજાર રૂપિયા અને લગ્ન માટે 2.5 લાખ રૂપિયા નીકાળવાની છૂટ આપવામાં આવી.

bank

જમા કરાવવાના નિયમ

8 નવેમ્બરે પૈસા જમા કરાવવા માટે કોઇ સીમા નહતી.

15 નવેમ્બરે જનધન ખાતામાં 50,000 ની સીમા લગાવવામાં આવી.

એટીએમના નિયમ

8 નવેમ્બરના રોજ 2000 રૂપિયા પ્રતિદિન નીકાળવાની સીમા નક્કી કરવામાં આવી.

13 નવેમ્બરના રોજ રૂપિયા નીકાળવાની સીમા 2000 થી 2500 કરવામાં આવી.

English summary
Before going to bank today please read this important news about bank rule on demonetisation. Also share this news so that more people gets its benefit.
Please Wait while comments are loading...