For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્ય સુરક્ષા બિલ અંગે યુપીએની આજે મહત્વપૂર્ણ બેઠક

|
Google Oneindia Gujarati News

sonia gandhi
નવી દિલ્હી, 3 જૂન : ખાદ્ય સુરક્ષા બિલના મામલા પર સોમવારે યુપીએની એક ખાસ બેઠક બોલાવવામાં આવી છે. સરકાર આ મામલા પર 7 જૂનના રોજ એક સર્વદળી બેઠક પણ બોલાવી શકે છે.

યૂપીએ સરકાર ખાદ્ય સુરક્ષા બિલ ઝડપથી પસાર કરવા માગે છે અને આના માટે સામાન્ય સહમતિ બનાવવાની કોશિશ કરી રહી છે. આના માટે પહેલા સરકારમાં સામેલ દળો સાથે વાત કરવામાં આવશે અને ત્યારબાદ સર્વદળીય બેઠકમાં પણ બધા જ દળો સાથે વાત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જો દરેક પક્ષો માની જશે તો સરકાર આના માટે સંસદમાં વિશેષ સત્ર પણ બોલાવી શકે છે. શનિવારે આ મામલા પર કોંગ્રેસ કોર ગ્રુપની એક બેઠક પણ યોજાઇ હતી, જેમાં યુપીએ સમન્વય સમિતિની બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો હતો.

ખાદ્ય સુરક્ષા બિલ માટે સંસદનો વિશેષ સત્ર બોલાવ્યા બાદ લોકસભામાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજે પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું હતું કે 'અમે સંસદના વિશેષ સત્ર બોલાવવાની વિરુદ્ધ નથી. પરંતુ વિશેષ સત્ર બોલાવાને સ્થાને જુલાઇમાં યોજાનારું સંસદનું ચોમાસુ સત્ર જ સમય કરતા વહેલું બોલાવી લેવામાં આવે તો વધુ સારુ રહેશે.'

સંસદનું મોનસૂન સત્ર જુલાઇમાં શરૂ થવાનું છે. સુષમા સ્વરાજે એ પણ કહ્યું કે ખાદ્ય સુરક્ષા બિલ માટે વિશેષ સત્ર બોલાવવાનો તે વિરોધ નથી કરતા પરતું તેમણે એ પણ લખ્યું એ આટલા મહત્વપૂર્ણ બિલને ઓર્ડિનેન્સ બનાવીને લાગૂ કરવો યોગ્ય નથી. ગયા અઠવાડિયે આ સમાચાર આવતા સુષમા સ્વરાજે આ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

English summary
A meeting of the Congress top brass on Saturday decided to hold a meeting of UPA coordination committee on Monday, while an all-party meet is likely on June 7 for evolving a consensus on the key bill, which is being touted as a revolutionary measure by the ruling party ahead of the next Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X