For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"બળાત્કાર"ના મુદ્દે નેતાજી કેમ મુલાયમ, હંમેશા આપે છે વિવાદીત નિવેદન

|
Google Oneindia Gujarati News

લખનઉ: ફરી એક વખત સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ વિવાદીત નિવેદનને લઈને ચર્ચામાં છે. સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે કહ્યું કે એક મહિલા સાથે ચાર લોકો બળાત્કાર કેવી રીતે કરી શકે. બળાત્કાર એક જ વ્યક્તિ કરે છે, અન્યને ફસાવી દેવામાં આવે છે. આ વિવાદીત નિવેદન આપ્યાં બાદ સોશ્યિલ મિડીયા પર મુલાયમ સિંહ યાદવ વિરૂદ્ધ જંગ છેડાઈ ગઈ છે.

આખરે રેપના મુદ્દે મુલાયમ સિંહ યાદવ કેમ થઈ જાય છે મુલાયમ?
જો કે મુલાયમ સિંહ યાદવે કહ્યું છે કે આ સમસ્યાના હલ માટે તેઓ સીએમ અખિલેશ યાદવને એક કડક નિતી બનાવવા માટે કહેશે. પોતાના કાર્યકાળના વખાણ કરતા સપા અધ્યક્ષે કહ્યું કે 21 કરોડની આબાદી ધરાવતા યુપીમાં માત્ર બે ટકા જ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. અને એ 2 ટકા બળાત્કારની ઘટનાઓ પણ ન થવી જોઈએ.

21 કરોડની વસ્તી ધરાવતા યુપીમાં 2 ટકા બળાત્કારની ઘટનાઓ
આ પહેલી વખત નથી કે જ્યારે સપા અધ્યક્ષે વિવાદીત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ ઘણી વખત બળાત્કારની ઘટનાને લઈને વિવાદીત નિવેદન આપી ચૂક્યા છે.

આવો તમને જણાવીએ ક્યારે ક્યારે નેતાજીની જીભ લપસી છે....

છોકરાઓથી ભૂલ તો થઈ જતી હોય છે....

છોકરાઓથી ભૂલ તો થઈ જતી હોય છે....

એપ્રિલ 2104માં મુરાદાબાદમાં એક રેલી દરમ્યાન મુલાયમ સિંહે કહ્યું હતુ કે બળાત્કારના મામલે ફાંસીની સજા ન થવી જોઈએ. છોકરાઓથી ભૂલ થઈ જતી હોય છે.

છોકરાઓને ફસાવવામાં આવે છે....

છોકરાઓને ફસાવવામાં આવે છે....

મુલાયમ સિંહે કહ્યું હતુ કે ક્યારેક માત્ર ફસાવવાના હેતુથી પણ છોકરાઓ પર આરોપ લગાવવામાં આવે છે. છોકરાઓથી ભૂલ થઈ જતી હોય છે. કાયદા બદલવાની જરૂર છે.

પહેલા દોસ્તી અને પછી....

પહેલા દોસ્તી અને પછી....

મુલાયમે કહ્યું હતુ કે છોકરો અને છોકરી પહેલા મિત્રો બને છે અને જ્યારે તેમની વચ્ચે મતભેદ થાય છે ત્યારે છોકરી નિવેદન આપી દે છે કે તેનો બળાત્કાર થયો છે. પછી બિચારા છોકરાઓને ફાંસી થઈ જાય છે.

રેપ એક જ કરે છે....

ફરી એક વખત સપા અધ્યક્ષે કહ્યું છે કે રેપ તો એક જ કરે છે સાથે બીજાને ફસાવી દેવામાં આવે છે.

નિવેદન પર રાજકારણ....

નિવેદન પર રાજકારણ....

મુલાયમ સિંહના આ નિવેદનને લઈને રાજકીય ભૂંકપ આવી ગયો હતો. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતુ કે જો મુલાયમની દીકરી સાથે બળાત્કાર થયો હોત તો પણ મુલાયમ સિંહ આવું જ નિવેદન આપતા.

તમારૂ મંતવ્ય....

તમારૂ મંતવ્ય....

મુલાયમ સિંહના આ નિવેદનને લઈને આપની પ્રતિક્રિયા શું છે તે જણાવવા નીચેના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા વિનંતી

English summary
SP chief Mulayam Singh Yadav made another controversial remark on the issue of rape incidents, saying that while one person commits rape, four are named in the complaint even though rape by four persons is not 'practically' possible.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X