અડીખમ સલમાન ખુર્શીદ, 'મોદી માટે નપુંસકથી સારો કોઇ શબ્દ નથી'

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ પોતાના શબ્દો પર કાયમ છે, તેમણે જણાવ્યું કે જેમની સરકારમાં રમખાણ થાય અને તેઓ રોકી ના શકે તો તેને નપુંસક જ કહેવાય. ખુર્શીદે જણાવ્યું કે નરેન્દ્ર મોદી અથવા તો સ્વીકાર કરી લે કે તેઓ રમખાણ રોકી ના શક્યા અથવા તો તેના માટે માફી માગી લે. ખુર્શીદે મીડિયાને સ્પષ્ટતા આપતા જણાવ્યું કે 'ઇંપોટેન્ટ' શબ્દનો હિન્દીમાં યોગ્ય અર્થ નપુંસક છે, જેનો અર્થ થાય છે કે, આપ જે કરવા માંગો છો તે કરવામાં સક્ષમ નથી. આ શબ્દમાં કંઇપણ ખોટું નથી. ગુજરાતમાં 2002માં રમખાણો થયા તેને રોકવામાં મોદી સરકાર નિષ્ફળ રહી, માટે મેં તેમને નપુંસક કહ્યા.

મને મોદી માટે આનાથી સારો કોઇ શબ્દ મળ્યો નહી. જો ભાજપના લોકોને ભાષાનું જ્ઞાન નથી તો હું તેમને એક ડિક્શનકરી મોકલી શકું છું પરંતુ મે જે જણાવ્યું મને તેમાં કોઇ પણ ખરાબી દેખાતી નથી.

khurshid and modi
ખુર્શીદે જણાણ્યું કે મોદી એવું માને કે તેઓ રમખાણોને રોકવામાં નિષ્ફળ રહ્યા, જેના માટે માફી માગવી જોઇએ અથવા તો એ કહે તે રમખાણ કરાવવામાં તેમનો જ હાથ હતો. ખુર્શીદે ભાજપની નિંદા કરતા જણાવ્યું કે આ પાર્ટીએ હંમેશાથી મુસ્લિમોના વિરોધમાં કામ કર્યું અને તેમને દેશનો ભાગ નથી ગણ્યા. માટે અમારું માનવું છે કે આ પાર્ટી દેશ માટે એક ખતરારૂપ છે.

ખુર્શીદની આ ટિપ્પણી પર ભાજપા નેતા શાહનવાઝ હુસૈને જણાવ્યું કે શું કોગ્રેસે પોતાના નેતાઓને આ જ ટ્રેનિંગ આપી છે? રાહુલ ગાંધી આનો જવાબ આપે કે શું તેઓ આવી ભાષાનું સમર્થન કરે છે. જ્યારે ભાજપ પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે આવા નિવેદનોથી કોંગ્રેસ નેતાઓની ચિંતા સ્પષ્ટપણે તરી આવે છે. તેઓ જાણે છે કે તેમની સરકાર છેલ્લા દસ વર્ષમાં નિષ્ફળ રહી છે. માટે તેમને પોતાની હારનો આભાસ થઇ ગયો છે, અને આ પ્રકાર શબ્દાવલીથી હતાશા જ જાહેર થાય છે.

હજી સુધી આની પર કોંગ્રેસના કોઇ અન્ય નેતાનો જવાબ આવ્યો નથી. જ્યારે વિશ્લેષકો અનુસાર રાજનીતિમાં ભાષાનું નીચું જતુ સ્તર ચિંતાનો વિષય છે.

English summary
Cabinet minister Salman Khurshid stated that I think impotent is the best word for Narendra Modi. I find nothing wrong in it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X