For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા 2019માં કોઈનું કેમ્પેન નહીં કરે પ્રશાંત કિશોર, અહીં જાણો શું છે પીકેનો પ્લાન

લોકસભા 2019માં કોઈનું કેમ્પેન નહીં કરે પ્રશાંત કિશોર, અહીં જાણો શું છે પીકેનો પ્લાન

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ ભારતીય પોલિટિકલ એનાલિટિક અને ઈન્ફલ્યુઅન્સમાં પ્રકાશ કિશોર માહેર છે. લોકસભા 2014માં પ્રશાંત કિશોરે પીએમ મોદી માટે કેમ્પેન કર્યું હતું બાદમાં લાલુ પ્રસાદ યાદવ અને અખિલેશ યાદવ માટે પણ પ્રશાંત કિશોર કેમ્પેન કરી ચૂક્યા છે. જો કે હવે પ્રશાંત કિશોરે પોલિટિકલ કેમ્પેન ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પ્રશાંત કિશોરે લોકસભા 2019માં પોલિટિકલ કેમ્પેન ન કરીને ફરીથી લોકો સાથે કામ કરવા માગે છે.

Prashant Kishor

જો કે પ્રશાંત કિશોરે પોલિટિક્સ જોઈન કરવાની પણ ના પાડી દીધી છે. હૈદરાબાદમાં સ્કૂલ ઑફ બિઝનેસના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા પ્રકાશ કિશોરે કહ્યું કે તે હવે આ ક્ષેત્ર છોડવા માગે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારતીય પોલિટિકલ એક્શન કમિટિ કોઈ સુરક્ષિત હાથમાં હોય તેવું તે ઈચ્છે છે. જણાવી દઈએ કે પ્રશાંત કિશોરની સ્ટ્રેટેજી અસરકારક હતી અને તેમણે જેમનું પણ કેમ્પેન કર્યું તેમને નિષ્ફળ નથી થવા દીધા.

પત્રકાર શંકરસન ઠાકુરે પૂછ્યું કે તમે લોકસભા 2019માં કોના માટે કામ કરશો જેના જવાબમાં પ્રશાંત કિશોરે કહ્યું કે "તમે વિશ્વાસ કરો કે નહીં પરંતુ મને પણ નથી ખબર કે હું 2019માં શું કરીશ." વધુમાં કહ્યું કે, "હું બસ તમને એટલું કહી શકું કે છેલ્લા 4-5 વર્ષથી જે રીતે હું પોલિટિકલ પાર્ટીઓ સાથે જોડાયેલો હતો તે રીતે કામ કરતો તમને નહીં જોવા મળું."

તાજેતરમાં જ પ્રશાંત કિશોરની એજન્સીએ એક સર્વે કર્યો હતો જેમાં સૌથી વધુ લોકોએ વર્ષ 2019માં પણ લોકો પીએમ તરીકે મોદીને જ પસંદ કરતા હોવાનું તારણ સામે આવ્યું હતું. આ સર્વે ઓનલાઈન કરવામાં આવ્યો હતો, જેમાં 50 લાખથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. જો કે બાદમાં પ્રશાંત કિશોરની એજન્સીએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે આ સર્વે ઓનલાઈન થયો હોવાથી તે વિશ્વસનિય ન ગણી શકાય. આ પણ વાંચો- મોદીને ફરી પીએમ બનાવવા અમિત શાહને એક્સટેંશન, ભારત માતા, કમળ મૂળમંત્ર

English summary
In 2019 Prashant Kishor won’t campaign for anyone, here is what he will do
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X