દિલ્હીમાં રાહુલ ગાંધીની ગર્જના, કહ્યું- આ અંબાણી-અદાણીની સરકાર છે

રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ મોદી સરકારને અંબાણી-અદાણીની સરકાર ગણાવી છે.

નવી દિલ્હી : કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની આગેવાની વાળી કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ દિલ્હી પહોંચી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે વધુ એક વખત રાહુલ ગાંધીએ દિલ્હીથી કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. અહીં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને અંબાણી-અદાણીની સરકાર ગણાવી છે.

ahul Gandhi

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા સાથે દિલ્હી પહોંચ્યા હતા. અહીં કાર્યકર્તાઓએ યાત્રાનું સ્વાગત કર્યુ હતું. યાત્રા દિલ્હીમાં 23 કિલોમીટરનો પ્રવાસ કરીને લાલ કિલ્લાએ રોકાઈ હતી અને અહીં રાહુલ ગાંધીએ સરકારને આડેહાથ લીધી હતી.

રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, આ યાત્રાનો હેતુ લોકોને જોડવાનો છે. આખો દેશ જાણે છે કે આ નરેન્દ્ર મોદીની સરકાર નથી, અંબાણી-અદાણીની સરકાર છે. મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા હિંદુ-મુસ્લિમ કરવામાં આવી રહ્યું છે. આજે ડીગ્રી હોલ્ડર યુવાનો પકોડા વેચી રહ્યા છે.

રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમણે વધુમાં કહ્યું કે, હું 2800 કિમી ચાલ્યો, મને ક્યાંય નફરત કે હિંસા દેખાઈ નથી. હું જ્યારે પણ ન્યૂઝ ચેનલ ખોલું છું ત્યારે મને હંમેશા નફરત અને હિંસા દેખાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે તે તમારું ધ્યાન હટાવવા માગે છે.

રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવાનો કોઈ મોકો છોડતા નથી. તેમણે આગળ કહ્યું કે, ભારત જોડો યાત્રામાં કૂતરાય આવ્યા, તેમને પણ કોઈએ માર્યા નહીં. આ યાત્રામાં ગાય, ભેંસ, ભૂંડ, તમામ પ્રાણીઓ જોડાયા. આ યાત્રા આપણા ભારત જેવી છે. અહીં કોઈ નફરત નથી, હિંસા નથી. રાહુલ ગાંધીએ હ્યું કે ભારતના 2-3 અબજોપતિઓને 1 લાખ કરોડ, 2 લાખ કરોડ, 3 લાખ કરોડ સરળતાથી આપવામાં આવે છે પરંતુ જ્યારે એ (ખેડૂતો અને નાના વેપારીઓ) બેંક પાસે જાય છે ત્યારે ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે. જો કોઈ આ દેશને રોજગાર આપી શકે છે તો તે ખેડૂતો અને નાના વેપારીઓ છે. દેશમાં તેમની સંખ્યા લાખોની સંખ્યામાં છે. આ લોકો 24 કલાક રોકાયેલા હોય છે. તેમના માટે બેંકના દરવાજા બંધ રહે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તે તમારું ધ્યાન અહીંથી હટાવવા માગે છે. તમારું ધ્યાન વાસ્તવિક મુદ્દાઓથી દૂર ન જવા દો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X