For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની અનદેખી, શીલાએ રાજીનામું આપવાની કરી મનાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sheila
નવી દિલ્હી, 17 જૂન: નરેન્દ્ર મોદી સરકારે પદભાર સંભાળ્યા બાદ એક પછી મોટા પરિવર્તન શરૂ કરી દિધા છે. તાજો મુદ્દો સરકાર અને રાજ્યપાલ વચ્ચે ફસાઇ ગયા છે. મોદી સરકારે યૂપીએ સરકારમાં જૂના સચિવો સાથે જ નહી પરંતુ યૂપીએ દરમિયાન નિમવામાં આવેલા છ રાજ્યપાલોને લઇને પરેશાની છે.

મોદી સરકાર ટૂંક સમયમાં જ છ રાજ્યપાલોને દૂર કરવાની તૈયારી કરી રહી છે. આ રાજ્યપાલોમાં પશ્વિમ બંગાળના રાજ્યપાલ એમકે નારાયણન, કેરલમાં શીલા દિક્ષિત, રાજસ્થાનમાં મારગેટ અલ્વા, ગુજરાતમાં કમલા બેનીવાલ, મહારાષ્ટ્રમાં શંકરનારાયણ અને ત્રિપુરાના રાજ્યપાલ દેવેન્દ્ર કુંવર સામેલ છે.

સૂત્રોનું માનીએ તો ગૃહમંત્રાલયની તરફથી આ રાજ્યપાલોને પોતે પદ છોડવાનો ઇશારો કરવામાં આવ્યો છે, પરંતુ રાજ્યપાલ ઇચ્છે છે કે જો સરકાર એવું ઇચ્છે છે તો તે લેખિતમાં આપે અને સાર્વજનિક કરે. તો બીજી તરફ કેરલની રાજ્યપાલ શીલા દીક્ષિતે મોદી સરકારના આ નિર્ણયને માનવાની મનાઇ કરી દિધી છે. એક અંગ્રેજી સમાચાર પત્રના અનુસાર કેન્દ્રિય ગૃહ સચિવ અનિલ ગૌસ્વામીએ છ રાજ્યપાલો સાથે વાત કરીને તેમને નવી સરકારી ઇચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તે પોતાનું રાજીનામું મોકલી આપે. પરંતુ શીલા દીક્ષિતે આ અંગે મનાઇ કરી દિધી. તેમણે કહ્યું કે નવી સરકાર એ લખીને આપશે તો જ પદ છોડશે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બીએલ જોશીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દિધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એનડીએ સરકાર પણ યૂપીએની માફક પગલાં ભરી રહી છે. જે કામ યૂપીએ સરકારે 2004માં સત્તામાં આવ્યા પછી કર્યું હતું તે હવે એનડીએ સરકાર પુનરાવર્તિત કરી રહી છે. તે સમયે યૂપીએ સરકારે ભાજપ દ્વારા નિયુક્ત ચાર રાજ્યપાલોની છુટ્ટી કરી દિધી હતી. તેમાં યૂપી અને ગુજરાતના પણ હતા.

English summary
Prime Minister Narendra Modi's government reportedly wants governors appointed by its predecessor to resign. Feelers were reportedly sent to Kerala Governor Sheila Dikshit, who has allegedly refused to quit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X