For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરેક મિનિટે કોરોનાથી 2નાં મોત, પ્રતિ સેકન્ડે 4 લોકો થઈ રહ્યા છે સંક્રમિત, જુઓ ભારતમાં કોરોના કેટલો ખતરનાક

હરેક મિનિટે કોરોનાથી 2નાં મોત, પ્રતિ સેકન્ડે 4 લોકો થઈ રહ્યા છે સંક્રમિત, જુઓ ભારતમાં કોરોના કેટલો ખતરનાક

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર ખતરનાક થતી જઈ રહી છે. પાછલા કેટલાક દિવસોથી દરરોજ સાડા ત્રણ લાખથી વધુ નવા કોવિડ 19 કેસ સામે આવી રહ્યા છે અને ત્રણ હજારથી વધુ એક દિવસમાં મોત થઈ રહ્યાં છે. ભારતમાં કોરોના કેટલો ઘાતક થઈ ગયો છે તેનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે આપણા દેશમાં દરેક મિનિટે 2 લોકોનાં કોરોનાથી મોત થઈ રહ્યાં છે. જ્યારે દરેક સેકન્ડે 4 લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓથી માલૂમ પડ્યું કે 30 એપ્રિલ સુધી ભારતમાં એવરેજ દરેક મિનિટે કોવિડ 19થી 2 લોકોના મોત થઈ રહ્યાં છે અને એવરેજ પ્રતિ મિનિટ 270 લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

દિલ્હીમાં દરેક મિનિટે 4 કોરોના દર્દીના મોત

દિલ્હીમાં દરેક મિનિટે 4 કોરોના દર્દીના મોત

જ્યારે દિલ્હીમાં પાછલા કેટલાક દિવસથી દરેક મિનિટે કોરોનાના 4 દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે. દિલ્હીમાં વધતા મોતના આંકડાના કારણે ડેથ રેટમાં પણ વધારો થયો છે. દિલ્હી હવે દેશના પ્રમુખ શહેરોમાંનું એક છે જ્યાં કોરોનાએ સૌથી વધુ અસર કરી હોય. દિલ્હીમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 27047 નવા મામલા સામે આવ્યા છે અને 375 મોત થયાં છે. ગત એક દિવસમાં 25288 દર્દી રિકવર થયા છે. દિલ્હીમાં 99361 દર્દી એક્ટિવ છે.

ભારતમાં 2.08 લાખથી વધુ મોત

ભારતમાં 2.08 લાખથી વધુ મોત

ભારતમાં કોરોના વાયરસના 30 એફ્રિલે 3,86,452 નવા મામલા સામે આવ્યા છે અને 3498 લોકોનાં મોત થયાં છે. મહામારીથી દેશમાં અત્યાર સુધીમાં 2,08,330 લોકોના મોત થયાં છે. દેશમાં 31,70,288 એક્ટિવ દર્દીઓ છે અને 1,53,84,41 લોકો રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં કુલ પોઝિટિવ મામલાની સંખ્યા 1,87,62,976 છે.

દેશના આ 9 રાજ્યોમાં કોરોના મોતનો આંકડો વધ્યો

દેશના આ 9 રાજ્યોમાં કોરોના મોતનો આંકડો વધ્યો

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે એપ્રિલમાં દેશમાં કોરોનાના મામલા અચાનક વધી ગયા. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં લોકોનાં મોત વધી રહ્યાં છે. કેન્દ્ર સરકાર આ પ્રભાવિત રાજ્યોના સંપર્કમાં છે.

ભરૂચઃ કોવિડ 19 હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 18 લોકોનાં મોતભરૂચઃ કોવિડ 19 હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 18 લોકોનાં મોત

English summary
in india 2 covid patient dying every minute, data reveals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X