For Quick Alerts
For Daily Alerts
215-250 આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસવાની ફિરાકમાં
નવી દિલ્હીઃ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ પોતાના નાપાક ઈરાદાઓથી બાજ નથી આવી રહ્યા છે. ફરી કેટલાક આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય સેના દ્વારા ઘૂસણખોરીને રોકવા માટે આકરામાં આકરાં પગલાં પણ ઉઠાવવામાં આવી રહ્યાં છે.
પાકિસ્તાન દરરોજ બોર્ડરથી આંતકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી રહ્યું છે, જેને દર વખતે સેના નાકામ કરી દે છે. ઘાટીમાં સેના આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે. પરંતુ છતાં પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. જીઓસી વજ્ર ડિવીઝનના મેજર જનરલ અમરદીપ સિંહ આહૂજલાએ જણાવ્યું કે અમારી પાસે છે ઈનપુટ છે, તે મુજબ 215-250 આતંકીઓ આપણી સેનામાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર બેઠા છે. અમે આ નાપાક કોશિશોને નાકામ કરવા મથી રહ્યા છીએ.
અસમ સરકારનો નિર્ણય, બધા સરકારી મદરસાને સ્કૂલોમાં ફેરવવામાં આવશે