ઝારખંડમાં માસ્ક ન પહેરવા પર 1 લાખનો દંડ અથવા બે વર્ષની જેલ
દિવસેને દિવસે ઝારખંડમાં કોરોના ચેપના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી હેમંત સોરેનની સરકારે કડક વલણ અપનાવ્યું છે. નવી દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવાથી બે વર્ષની જેલની સજા અથવા એક લાખ રૂપિયા દંડ થઈ શકે છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં 39 દરખાસ્તોની પુષ્ટિ કરવામાં આવી છે. ઝારખંડના મંત્રીમંડળે ચેપી રોગો વટહુકમ 2020 ને પસાર કર્યો છે, જે હેઠળ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
નિર્ણય અંગે માહિતી આપતા કેબિનેટ સચિવ અજયકુમાર સિંહે કહ્યું કે કેબિનેટે ઝારખંડ રાજ્યના નવા રાજ્ય લોગોને પણ મંજૂરી આપી દીધી છે. તેમાં ઝારખંડની લીલોતરી ધરતી, પલ્લાસનું ફુલ, હાથીઓ અને અશોક સ્તંભને દર્શાવવામાં આવી છે. વિશ્વવ્યાપી નોબેલ કોરોના વાયરસના રોગચાળાને લીધે ડીબીટી દ્વારા ઝારખંડ રાજ્યની જનતાને મદદ કરવા દેશના અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકો માટે ભંડોળ પૂરું પાડવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઝારખંડમાં કુલ કોરોના કેસ વધીને 6485 થયા છે, જેમાંથી 3397 સક્રિય કેસ છે. જોકે 3024 દર્દીઓ સાજા થયા છે, પરંતુ આ રોગચાળાને કારણે અહીં 64 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવું એ લોકો માટે ભારે બોજો હશે અને, જેમ કે આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે, જો દોષી ઠેરવવામાં આવે તો, બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
સ્પીકર વિ. ટીમ પાયલટઃ આ એક શબ્દના કારણે મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ