For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસખાતામાં મુસ્લીમોની ભર્તીમાં ગુજરાત અવ્વલ

|
Google Oneindia Gujarati News

gujarat police
નવી દિલ્હી, 12 નવેમ્બર: 2002માં થયેલા કોમી રમખાણોના કારણે ગુજરાતની નરેન્દ્ર મોદીની સરકારની છાપ દેશમાં મુસ્લીમ વિરોધી તરીકે ઉપસી આવી હતી. જોકે તાજેતરમાં એક આરટીઆઇમાં ગુજરાતની નરેન્દ્ર મોદીની મુસ્લીમ વિરોધી છાપ દૂર થાય તેવી હકીકત સામે આવી છે. આરટીઆઇ પ્રમાણે ગુજરાત રાજ્યમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ પોલીસ ખાતામાં સૌથી વધારે મુસ્લીમ જવાનો છે.

એક ખાનગી સમાચારપત્રએ દાખલ કરેલી આરટીઆઇના જવાબમાં ગૃહમંત્રાલયે આપેલી માહિતી અનુસાર ગુજરાતના પોલીસ ખાતામાં 10.6 ટકા મુસ્લીમ છે. જે રાજ્યમાં મુસ્લીમોની જનસંખ્યાની સરખામણી કરતા વધારે છે. 2001ની વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં મુસ્લીમ વસ્તી 9.1 ટકા હતી.

ગુજરાતના 501 પોલીસસ્ટેશનમાં નોકરી બજાવતા 47,424 પોલીસજવાનોમાંથી 5021 મુસ્લીમ જવાનો છે. આ હિસાબે જોઇએ તો ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં 10 મુસ્લીમ પોલીસ જવાનો કાર્યરત છે. આ આંકડો ગુજરાતની ભાજપ સરકારની મુસ્લીમ વિરોધી છાપને સુધારી શકે છે.

ગુજરાતની સરખામણા દેશના અન્ય રાજ્યો સાથે કરવામાં આવે તો મુસ્લીમોને પોલીસ ખાતામાં નોકરી આપવામાં કેરળ અને આસામ બીજા નંબર પર આવે છે, કેરળના 451 પોલીસ સ્ટેશનમાં 2210 પોલીસ જવાનો મુસ્લીમ છે. જ્યારે પચ્છિમ બંગાળમાં 525 પોલીસ સ્ટેશનમાં 2048 પોલીજ જવાનો મુસ્લીમ છે. જોકે આ બધામાં સૌથી ખરાબ રેકોર્ડ રાજસ્થાનનો છે, જ્યાં 773 પોલીસ સ્ટેશનમાં માત્ર 930 પોલીસ જવાનો મુસ્લીમ છે. જ્યારે ઝારખંડમાં 417 પોલીસ સ્ટેશનમાં 616 પોલીસ જવાનો મુસ્લીમ છે.

ગૃહમંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર 17 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોનું વિવરણ છે. જેમાં 11 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની માહિતી ઉપલબ્ધ નથી. 10 ટકાથી વધારેની મુસ્લીમ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશે આ માહિતી આપી નથી. પ્રાપ્ત રાજ્યોની માહીતીમાં ગુજરાત રાજ્ય મુસ્લીમ લોકોને પોલીસ ખાતામાં નોકરી આપવામાં અન્ય રાજ્યોની સરખામણીમાં અવ્વલ સાબિત થયું છે.

English summary
The data, shared by the home ministry in response to an RTI query, shows that 10.6% of Gujarat's cops posted in police stations are Muslims. which is the top in comparison of other states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X