For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં આજેઃ જજોના પગારમાં સુધારાના બિલ પર વિચાર, જાણો આજે શું-શું થશે?

વિપક્ષી દળો દ્વારા નારેબાજી વચ્ચે લોકસભામાં કૃષિ કાયદાવ વાપસી સાથે સંસદનુ શિયાળુ સત્રની તોફાની શરૂઆત થઈ. જાણો આજે સંસદમાં શું થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિપક્ષી દળો દ્વારા નારેબાજી વચ્ચે લોકસભામાં કૃષિ કાયદાવ વાપસી સાથે સંસદનુ શિયાળુ સત્રની તોફાની શરૂઆત થઈ. વળી, બીજી તરફ સરકારે કહ્યુ કે તેમને ભારતીય રિઝર્વ બેંકમાંથી એક બેંક નોટની પરિભાષા હેઠળ ડિજિટલ મુદ્રાને શામેલ કરવાનો પ્રસ્તાવ મળ્યો છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીને આરબીઆઈએ ઓક્ટોબરમાં રજૂ કરી હતી. સીબીસીડી જે ડિજિટલ કે આભાસી મુદ્રા છે તે ભારતમાં રૂપિયાનુ ડિજિટલ સંસ્કરણ છે. કેન્દ્રએ લોકસભાને એ પણ જણાવ્યુ કે દેશમાં બિટકૉઈનને મુદ્દરા તરીકે માન્યતા આપવાનો તેનો કોઈ પ્રસ્તાવ નથી.

winter

તમને જણાવી દઈએ કે સંસદના શિયાળુ સત્રનુ આજે મંગળવાર(30 નવેમ્બર) બીજો દિવસ છે. સંસદનુ શિયાળુ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલવાનુ છે. કોંગ્રેસ અને 13 અન્ય દળો સંસદના શિયાળુ સત્રનો બહિષ્કાર કરવા માટે આજે બેઠક કરશે કારણકે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં ચર્ચા વિના ત્રણે કૃષિ કાયદાની વાપસી માટે બિલ પાસ કરવામાં આવ્યુ છે. વળી, રાજ્યસભામાં 12 વિપક્ષી સાંસદોને શિયાળુ સત્રના પહેલા દિવસે સોમવાર(29 નવેમ્બર)ના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આજે સવારે વિપક્ષી દળોની બેઠકમાં વિરોધ અને કાર્યવાહીને અટકાવવા પર ચર્ચા કરવામાં આવશે. જો કે ટીએમસી કોંગ્રેસના નેતૃત્વવાળી બેઠકમાં શામેલ નહિ થાય. પાર્ટીના રાજ્યસભાના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે તેમણે પોતાની આગલી કાર્યવાહી નક્કી કરવા માટે એક અલગ બેઠક બોલાવી છે. બાકી સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદોમાંથી ટીએમસીના પણ બે સાંસદો શામેલ છે.

જાણો આજે લોકસભામાં શું શું થશે?

દેલકર કલાબેન મોહનભાઈ(દાદરા અને નગર હવેલી સંસદીય વિસ્તાર) ના સાંસદ શપથ લેશે.

લોકસભાના છઠ્ઠા સત્ર દરમિયાન સંસદના સભ્યો દ્વારા પાસ 22 બિલ અને ભારતનાન રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકૃતી માટે મોકલવામાં આવશે.

ભારતીય રેલવેની યાત્રી પ્રણાલી પર રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત સંબંધી સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ ઉચ્ચ ન્યાયાલયના જજો(વેતન અને સેવાની શરતો) અધિનિયમ, 1954 અને સર્વોચ્ચ અદાલતના જજો(વેતન અને સેવાની શરતો) અધિનિયમ, 1958માં વધુ સુધારા કરવા માટે બિલ રજૂ કરશે.

સહાયક પ્રજનન પ્રૌદ્યોગિકી ક્લીનિકો અને સહાયક પ્રજનન પ્રૌદ્યોગિકી બેંકોના વિનિયમન, દુરુપયોગની રોકથામ, સહાયક પ્રજનન પ્રૌદ્યોગિકી સેવાઓના સુરક્ષિત અને નૈતિક અભ્યાસ અને તેની સાથે જોડાયેલ કે તેના પ્રાસંગિક બાબતો માટે બિલને રજૂ કરવામાં આવશે.

જાણો આજે રાજ્યસભામાં શું-શું થશે?

નિકાસને પ્રોત્સાહન આપવા માટે માળખાગત સુવિધાઓની વૃદ્ધિ પર વાણિજ્ય સંબંધી વિભાગ સાથે સંબંધિત સંસદીય સ્થાયી સમિતિની 164મો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

મંત્રી ગજેન્દ્ર શેખાવત બંધની નિષ્ફળતા સાથે સંબંધિત આફતોની રોકથામ માટે નિર્દિષ્ટ બંધોના નિરીક્ષણ, સંચાલન અને જાળવણી માટે બંધ સુરક્ષા બિલ રજૂ કરવામાં આવશે.

English summary
In Parliament today: Bills to amend judges salaries on anvil, Know what will happen in parliment today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X