For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં આજેઃ રાજનાથ સિંહ મિલિટરી હેલિકૉપ્ટર ક્રેશ દૂર્ઘટના પર સંબોધન કરે તેવી અપેક્ષા

સંસદમાં આજે રાજનાથ સિંહ મિલિટરી હેલિકૉપ્ટર ક્રેશ દૂર્ઘટના પર સંબોધન કરે તેવી અપેક્ષા છે. જાણો બીજુ શું શું થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હેલિકૉપ્ટર દૂર્ઘટના પર આજે સંસદમાં નિવેદન આપે તેની અપેક્ષા છે જેમાં ચીફ ઑફ ડિફેન્સ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની સહિત અન્ય 11 લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન સરકારે સંસદમાં કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં પત્રકારોને રિપોર્ટિંગ કરતા રોકવાનો કોઈ આદેશ નથી. ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં પત્રકારોને રિપોર્ટીંગ કરતા રોકવા માટે કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી.

Rajnath Singh

લોકસભામાં આજે

ડૉ. જિતેન્દ્ર સિંહ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન(સુધારા) બિલ, 2021 રજૂ કરશે.

ડૉ. જિતેન્દ્ર સિંહ દિલ્લી સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946માં સુધારો કરવા માટે બિલને વધુ ધ્યાને લેવા માટે રજૂ કરશે.

નિયમ 193 હેઠળ ચર્ચા - સાંસદ કનિમોઝી કરુણાનિધિ દ્વારા 8 ડિસેમ્બરના રોજ ઉઠાવવામાં આવેલી જળવાયુ પરિવર્તન પર વધુ ચર્ચા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હેલિકૉપ્ટર દૂર્ઘટના કે જેમાં સીડીએસ જનરલ બિપિન રાવત માર્યા ગયા તેના પર નિવેદન આપે તેવી અપેક્ષા છે.

રાજ્યસભામાં આજે

ડૉ. મનસુખ માંડવિયા આજે પ્રસ્તાવ કરશે કે લોકસભા દ્વારા પાસ થયેલ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એક્ટ, 1998માં વધુ સુધારા કરતા બિલ પર વિચાર કરવામાં આવે. તે એ પણ પ્રસ્તાવ કરશે કે બિલને પાસ કરવામાં આવે.

ડૉ. મનસુખ માંડવિયા આસિસ્ટેડ રિપ્રોડક્ટીવ ટેકનોલૉજી(સુધારા) બિલ, 2021ને રાજ્યસભામાં વિચાર અને પાસ કરવા માટે રજૂ કરશે.

English summary
In Parliament today: Defence Minister Rajnath Singh ecpected to address on military chopper crash.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X