સંસદમાં આજેઃ રાજ્યસભા દિલ્લી સ્પેશિયલ પોલિસ એક્ટમાં સુધારા કરવાના બિલ પર કરશે ચર્ચા
નવી દિલ્લીઃ વિપક્ષના અમુક નેતાઓએ કહ્યુ કે તેઓ 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાની માંગ સાથે રસ્તા પર ઉતરશે. આ દરમિયાન સોમવારે લોકસભાએ NDPS(સુધારા) બિલ પસાર કર્યુ હતુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુ કે સુધારા બિલને હેતુ ખૂબ મર્યાદિત છે અને તેનાથી વધુ કંઈ મેળવવાનો નથી. તેમણે એમ પણ કહ્યુ કે પ્રસ્તાવિત સુધારાઓ માત્ર ચોક્કસ ક્લેરિકલ ભૂલને સુધારવા માટેના છે.
લોકસભામાં આજે
નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-22ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી અને તેમાંથી અમુક રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવા માટે એક બિલ રજૂ કરવાની અનુમતિનો પ્રસ્તાવ કરશે તેમજ બિલ પર રજૂ કરશે.
નિર્મલા સીતારમણનો પ્રસ્તાવ છે કે નાણાકીય વર્ષ 2021-22ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી અમુક વધુ રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવા પર વિચાર કરવામાં આવે. તે બિલ પણ રજૂ કરશે.
રાજ્યસભામાંથી 12 સાંસદોના સસ્પેન્શન રદ કરવાની મામંગને લઈને વિપક્ષી નેતા રસ્તા પર ઉતરશે.
રાજ્યસભામાં આજે
ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા લોકસભા દ્વારા પાસ દિલ્લી વિશેષ પોલિસ સ્થાપના અધિનિયમ 1946માં સુધારા માટેના બિલને આગળ રજૂ કરવા પર વિચાર કરવામાં આવશે.
ડૉ. જિતેન્દ્ર સિંહ પ્રસ્તાવ કરશે કે કેન્દ્રીય સતર્કતા આયોગ અધિનિયમ, 2003માં વધુ સુધારા કરતુ બિલ લોકસભા દ્વારા પાસ કરવામાં આવ્યુ છે તેના પર વિચાર કરવામાં આવે.