સંસદમાં આજેઃ દિલ્લી સ્પેશિયલ પોલિસ એક્ટમાં સુધારો કરવા માટેનુ બિલ કરાશે રજૂ, જાણો આજે સંસદમાં શું થશે
નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે લોકસભાને સંબોધિત કરી અને સભ્યોને હેલિકૉપ્ટર દૂર્ઘટના વિશે માહિતી આપી કે જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને અન્ય 12 લોકોએ જીવ ગુમાવ્યો. બંને ગૃહોએ દિવંગત આત્માઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને જનરલ બિપિન રાવત તેમજ અન્ય 12 લોકો માટે મૌન પાળ્યુ. લોકસભામાં સભ્યોએ ન્યાયાધીશોના વેતન સાથે સંબંધિત બિલને મંજૂરી આપી જ્યારે રાજ્યસભાએ એઆરટી બિલ પાસ કર્યુ.
લોકસભામાં આજે
રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ દિલ્લી વિશેષ પોલિસ સ્થાપના(સુધારા) વટહુકમ, 2021(2021ના 10)નો વિરોધ કરનાર વિપક્ષના અમુક સભ્યો દ્વારા એક વૈધાનિક પ્રસ્તાવ પાસ કરવામાં આવશે.
ડૉ. જિતેન્દ્ર સિંહ દિલ્લી વિશેષ પોલિસ સ્થાપના બિલ, 1946માં સુધારા માટે બિલને આગળ રજૂ કરશે, તેના પર વિચાર કરવામાં આવશે.
રાજ્યસભામાં આજે
આજે રાજ્યસભામાં કોઈ બિલ પસાર થવાનુ નથી.
વસ્તી અને કુટંબ નિયોજનને લગતા અન્ય ઠરાવો રજૂ કરવામાં આવશે.