સંસદમાં આજેઃ NDPS એક્ટમાં સુધારો કરવા માટેનુ બિલ કરાશે રજૂ, જાણો આજે સંસદમાં શું શું થશે
નવી દિલ્લીઃ સંસદના ચાલુ શિયાળુ સત્રનો આજે સોમવારે દસમો દિવસ છે. 12 સાંસદોના સસ્પેન્શન પર વિપક્ષો સાથે સતત સંઘર્ષ વચ્ચે રાજ્યસભા ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલના ન્યાયાધીશ(વેતન અને સેવાની શરત)સુધારા બિલ, 2021 પર વિચાર કરશે. જ્યારે લોકસભા નાર્કોટિક્સ ડ્ર્ગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્સ(સુધારા) બિલ, 2021 પર વિચાર કરશે અને તેને પાસ કરશે.
કાર્યવાહીના નવમાં દિવસે, લોકસભાએ સીવીસી(સુધારા), 2021 અને દિલ્લી(વિશેષ) પોલિસ સ્થાપના(સુધારા) બિલ, 2021 પાસ કર્યુ જ્યારે રાજ્યસભાએ રાષ્ટ્રીય ઔષધિ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા(સુધારા), 2021 બિલ પાસ કર્યુ.
અમુક વિપક્ષી દળોએ રાજ્યસભામાંથી 12 સાંસદોના સસ્પેન્શન પર ફરીથી વિચાર કરવા માટેની માંગણી ચાલુ રાખી જેના કારણે સ્થગન અને ચાલુ રહ્યુ. રાજ્યસભામાં શિયાળુ સત્રના ગયા સપ્તાહની સરખામણીમાં બીજા સપ્તાહમાં ઉત્પાદકતામાં 5.6 ટકાનો વધારો જોવા મળ્યો.
લોકસભામાં આજે
નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સબ્સટન્સ(સુધારા) બિલ, 2021
રાજ્યસભામાં આજે
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજ(સેલેરી અને સેવાની શરતો) સુધારા બિલ, 2021