For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે સંસદમાંઃ રાજ્યસભામાં ઓમિક્રૉનથી ઉભી થયેલી પરિસ્થિતિ પર થશે ચર્ચા

આજે સંસદના બંને ગૃહોમાં શું શું થશે જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાજ્યસભામાં બુધવારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન(સુધારો) બિલ 2021 પાસ થયુ. આ બિલ નિમણૂકની પ્રારંભિક તારીખથી પાંચ વર્ષની સ્પર્ધા સુધી એક સમયે એક વર્ષનો કાર્યકાળ વધારવાની મંજૂરી આપે છે. બીજી તરફ વિરોધ ચાલુ રહ્યો હતો અને વિપક્ષે માંગ કરી હતી કે 12 સાંસદોનુ સસ્પેન્શન તાત્કાલિક અસરથી પાછુ ખેંચવામાં આવે. સંસદનુ શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થયુ હતુ અને 23 ડિસેમ્બર સુધી ચાલવાનુ છે.

parliament

લોકસભામાં આજે

સેક્રેટરી જનરલ દિલ્લી સ્પેશિયલ પોલિસ એસ્ટાબ્લિશમેન્ટ(સુધારા) બિલ, 2021 અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન(સુધારા) બિલ, 2021 અંગે રાજ્યસભામાંથી બે સંદેશાઓની રિપોર્ટ આપશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-2022ની સેવાઓ માટે ભારતના એકીકૃત ભંડોળમાંથી અમુક વધુ રકમની ચૂકવણી અને વિનિયોગને અધિકૃત કરવા માટે એક બિલ રજૂ કરશે.

જૈવિક વિવિધતા(સુધારા) બિલ, 2021

એપ્રોપ્રિએશન(નં.5) બિલ, 2021

રાજ્યસભામાં આજે

નાણામંત્રી નિર્મલા સીતારમણ નાર્કોટિક્સ ડ્ર્ગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્સ એક્ટ 1985માં વધુ સુધારા કરવા માટેનુ બિલ રજૂ કરશે.

કેન્દ્રીય મંત્રી જનરલ(રિટાયર્ડ) વી કે સિંહ અનુદાન માંગો પર પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પર વિભાગ સાથે સંબંધિત સંસદીય સ્થાયી સમિતિની બસો પંચોતેરમો રિપોર્ટમાં સમાવિષ્ટ ભલામણોના અમલીકરણની સ્થિતિ પર નિવેદન આપશે.

દેશમાં કોવિડ-19ના ઓમિક્રૉન વેરિઅંટના કેસોના કારણે ઉભી થયેલી પરિસ્થિતિની વધુ ચર્ચા કરવામાં આવશે.

English summary
In Parliament today: Rajyasabha to discuss situation arising out of Omicron
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X