સંસદનુ શિયાળુ સત્ર આજથી શરુ, પહેલા દિવસે સરકાર કૃષિ કાયદા વાપસી માટે રજૂ કરશે બિલ
નવી દિલ્લીઃ સંસદની શિયાળુ સત્ર આજથી શરુ થવા જઈ રહ્યુ છે જે 23 ડિસેમ્બર સુધી ચાલવાનુ છે. સરકાર પેન્શન અને બેકિંગ સહિત 30 જેટલા બિલ રજૂ કરશે. ભાજપ અને કોંગ્રેસે તેના સાંસદોને હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યુ છે. પહેલા જ દિવસે મોટા હોબાળાના અણસાર દેખાઈ રહ્યા છે. કૃષિ કાયદાની વાપસી આજે થવાની છે પરંતુ વિપક્ષ સંસદમાં એમએસપીનો મુદ્દો ઉઠાવવાની છે. આ ઉપરાંત સરકાર શિયાળુ સત્રમાં સરકાર બીજા 30 બિલો રજૂ કરવાની છે. કોરોના મૃતકો અને મોઘવારી જેવા ઘણા મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે.
સંસદમાં આજે આ થવાની અપેક્ષા
લોકસભા
સંસદનુ શિયાળુ સત્ર 11 વાગે શરુ થશે. પ્રતિભા સિંહ અને જ્ઞાનેશ્વર પાટીલ એમપી તરીકે શપથ લેશે.
શ્રી બી સેનગુટ્ટુવન(સભ્ય, સોળમી લોકસભા), કલ્યાણ સિંહ, ઓસ્કાર ફર્નાન્ડીસ, ગોડીલ પ્રસાદ અનુરાગી, શ્યામ સુંદર સોમાણી, રાજનારાયણ બુધોલિયા,દેવવ્રત સિંહ, હરિદાનવે પુંડલિકને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બે સભ્યોની ચૂંટણી માટે અલાહાબાદ યુનિવર્સિટીની કોર્ટમાં દરખાસ્ત કરશે.
નરેન્દ્ર સિંહ તોમર ત્રણે કૃષિ બિલોની વાપસી માટે એક બિલ રજૂ કરશે.
ડૉ. મનસુખ માંડવિયા આસિસ્ટેડ ડિપ્રોડક્ટીવ ટેકનોલૉજી ક્લીનિક્સ અને આસિસ્ટેડ રિપ્રોડક્ટીવ ટેકનોલૉજી બેંકના નિયમન અને દેખરેખ માટે દુરુપયોગને રોકવા નૈતિક પ્રેકટીસ અને તેની સાથે સંકળાયેલી અથવા સંબંધિત બાબતો માટે એક બિલ રજૂ કરશે.
રાજ્યસભા
રાજ્યસભાની શરઆત ઓસ્કાર ફર્નાન્ડિસ, કેબી શાનપ્પા, ડૉ. ચંદન મિત્ર હરિ સિંહ નલવા, મોનિકા દાસ અને અબાની રોયને શ્રદ્ધાંજલિ આપવા સાથે થશે.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ડેમ સેફ્ટી બિલ 2019 રજૂ કરશે.
આજે સંસદમાં ત્રણે કૃષિ કાયદાને પાછા લેવા માટે સરકાર બિલ રજૂ કરશે પરંતુ આના સંસદમાં હોબાળો થઈ શકે છે. વિપક્ષી પાર્ટીઓ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે કે તે એમએસપી કાયદા માટે સરકાર પર દબાણ કરશે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ માટે પણ સરકાર સામે અવાજ ઉઠાવશે.
વિપક્ષ આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે
તમને જણાવી દઈએ કે રવિવારે શિયાળુ સત્રના એક દિવસ પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં જ હોબાળો જોવા મળ્યો હતો. બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ કરી દીધુ કે ત પોતાની માંગો માટે અડગ રહેશે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સ્પષ્ટ કરી દીધુ કે અમારા તરફથી સર્વપક્ષીય બેઠકમાં મોંઘવારી, ખેડૂત અને કોરોના જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. બધા પક્ષો એમએસપી માટે કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે. આ ઉપરાંત કોરોના મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની માંગ પણ કરી રહ્યા છે.
સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીની ગેરહાજરી પર નારાજ
ઉલ્લેખનીય છે કે રવિવારની સર્વપક્ષીય બેઠકમાં 31 પક્ષોએ ભાગ લીધો હતો પરંતુ પીએમ મોદી તેમાં હાજર ન રહેતા મલ્લિકાર્જૂન ખડગેએ તેના પર વાંધો વ્યક્ત કર્યો હતો. જેના પર કેન્દ્ર તરફથી આશ્વાસન આપવામાં આવ્યુ કે ચેરમેન અને સ્પીકર જેના પર સ્વીકૃતિ આપશે તે દરેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
વિપક્ષી એકતાની મજબૂતી
જો કે આશ્વાસન છતાં આમ આદમી પાર્ટીએ સર્વપક્ષીય બેઠકમાંથી વૉકઆઉટ કરી દીધુ હતુ. આપ નેતા સંજય સિંહે આરોપ લગાવ્યો કે તેમને બોલવાની તક આપવામાં આવી નહોતી. તે પંજાબમાં એમએસપી કાયદો અને બીએસએફના અધિકાર ક્ષેત્રને વધારવા જેવા મુદ્દાઓ પર પોતાના વિચાર રાખવા માંગતા હતા.