દિલ્લીમાં કેટલી હદે ફાટી નીકળી હતી હિંસા, જુઓ હિંસાના ફોટા
દિલ્લીના બ્રહ્મપુરી અને મૌજપુર વિસ્તારમાં ત્રીજા દિવસે પણ પત્થરમારો અને હિંસક પ્રદર્શન ચાલુ છે. આજે સવારે જ અમુક વિસ્તારોમાં ઉપદ્રવીઓએ પત્થરમારો શરૂ કરી દીધો. રવિવારથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધી હેડ કૉન્સ્ટેબલ સહિત સાત જણના મોત થઈ ચૂક્યા છે. 50થી વધુ લોકો ઘાયલ છે. સૂચના પણ આવી રહી છે કે મૌજપુર વિસ્તારમાં વધુ બે જણને ગોળી વાગવાના સમાચાર છે. વળી, સાવચેતી રૂપે પાંચ મેટ્રો સ્ટેશન, જાફરાબાદ, મૌજપુર-બાબરપુર, ગોકુલપુરી, જૌહરી એન્ક્લેવ અને શિવ વિહાર બંધ કરી દેવામાં આવ્યા છે. હવે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ હાઈ લેવલ મીટિંગમાં દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ શામેલ છે. આ ઉપરાંત ઘણા અન્ય પક્ષોના નેતા અને જનપ્રતિનિધિ પણ આ બેઠકમાં પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે અમિત શાહે સોમવારે રાતે પણ દિલ્લીની વરિષ્ઠ પોલિસ અધિકારીઓ અને ગૃહમંત્રાલયના મોટા અધિકારીઓ સાથે દિલ્લીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ માટે એક બેઠક કરી હતી.
આ પણ વાંચોઃ બહારના લોકોને દિલ્લીમાં ઘૂસતા રોકવા બૉર્ડર સીલ કરવાની જરૂરઃ CM કેજરીવાલ