For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: 27 વર્ષોમાં દેશ પર થયા 136 આતંકી હુમલા, ટોપ પર પંજાબ

|
Google Oneindia Gujarati News

પઠાણકોટ એરબેઝ પર હાલ સેનાનું સર્ચ ઓપરેશન ચાલે છે. રક્ષા પ્રધાન મનોહર પાર્રિકર આજે મીડિયા સાથે સાક્ષાત્કાર કરતા કહ્યું કે પઠાણકોટમાં જે આતંકી હુમલો થયો છે તેમાં સેનાએ જે રીતે કામગિરીને સફળ બનાવી તે અભિનંદનને પાત્ર છે. આ હુમલામાં 6 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને પોતાની સાથે ભારે વિસ્ફોટ પણ લાવ્યા હતા. અને આજ વિસ્ફોટોએ સેનાના જવાનોના પ્રાણ પણ લીધા છે.

તો બીજી તરફ પંજાબમાં પાછલા 6 મહિનામાં આ બીજો આતંકી હુમલો થયો છે. અને જો પાછલા 27 વર્ષોનો હિસાબ લગાવીએ તો પંજાબમાં અત્યાર સુધીમાં 34 આતંકી હુમલા થયા છે જે અન્ય કોઇ પણ રાજ્ય કરતા વધુ છે. અને દેશભરમાં કુલ મેળવીને 136 આતંકી હુમલા થયા છે. ત્યારે આ પર વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

માર્ચ 2001

માર્ચ 2001

ગુરદાસપુરમાં ભારત પાક સીમા પર એક 135 યાર્ડની મોટી સુરંગ મળી. આટલી મોટી સુરંગે સેનાને હચમચાવી મૂકી હતી.

1 જાન્યુઆરી 2002

1 જાન્યુઆરી 2002

પંજાબ હિમાચલ પ્રદેશની સીમા પર આવેલા દમતાલમાં થયેલા આતંકી હુમલામાં 3 સૈન્યકર્મીઓની મોત થઇ હતી અને 5 લોકો ધાયલ થયા હતા.

31 જાનવરી 2002

31 જાનવરી 2002

હોશિયાપુર જિલ્લામાં પંજાબ રોડવેઝ બસ ધમકામાં બે લોકોની મોત થઇ હતી અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

31 માર્ચ 2002

31 માર્ચ 2002

લુધિયાણાથી 20 કિમી દૂર દરોહામાં ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં 2 લોકોની મોત થઇ હતી અને 28 ધાયલ.

14 ઓક્ટોબર 2007

14 ઓક્ટોબર 2007

લુધિયાણાના સિનેમા હોલમાં બોમ્બ ધડાકો થતા સાતની મોત અને 40 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

27 જુલાઇ 2015

27 જુલાઇ 2015

ગુરદાસપુરમાં એક પોલિસ સ્ટેશન પર આતંકી હુમલો થયો જેમાં 7 જવાનોની મોત થઇ. જેમાં પંજાબ પોલિસ સુપરિટેન્ડેન્ટ પણ હતા. તેમાં 3 આતંકીને પણ મારવામાં આવ્યા હતા.

English summary
Punjab has witnessed 34 terror attacks over the last 27 years, the highest nationwide, according to government data.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X