ભડકે બળ્યું વારાણસી, વારાણસીની હિંસક તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મંદિરોની ધરતી એવી વારાણસીમાં સાધુ સંતો પર કરવામાં આવેલા લાઠીચાર્જના પગલે સોમવારે હિંસક તોફાના થયા. નોંધનીય છે કે ગત 22મી સપ્ટેમ્બરના રોજ પોલિસે અહીં સાધુઓના એક જૂથને ગંગામાં ગણેશજીની મૂર્તિના વિસર્જન કરતા રોક્યા હતા. જે બાદ મામલો બચક્યો હતો. અને પોલિસે સાધુઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ત્યારે પોલિસની આ બરબરતાના વિરોધમાં સોમવારે એક પ્રતિકાર રેલી નીકળી હતી.

જો કે થોડીક વારમાં આ રેલી હિંસક બની હતી અને તેણે પોલિસની ગાડીઓ આગ ચાંપી, જાનમાલને ભારે નુક્શાન કર્યું હતું. આ ધટનામાં અત્યાર સુધીમાં 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલિસે કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે અહીં કર્ફ્યૂ લગાવી દીધો છે.

 

જે બાદ આજે અહીં શાંતિપૂર્વક વાતાવરણ રહ્યું હતું. જો કે તેમ છતાં આજે અહીં સ્કૂલ અને કોલેજોને બંધ રાખવામાં આવી હતી. ત્યારે વારાણસીમાં થયેલા આ હિંસક તોફાનની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જુઓ કેટલું હિંસક હતું આ તોફાન...

પોલિસની જીપને આગ ચાંપી
  

પોલિસની જીપને આગ ચાંપી

ગુસ્સે ભરાયેલા લોકોએ સોમવારે, વારાણસીમાં પોલિસની જીપને આગ ચાંપી.

આગ ચાંપી
  

આગ ચાંપી

પોલિસની લગભગ અનેક ગાડીઓ અને બાઇકને ગુસ્સે ભરેલા જૂથોઓ બાળી નાખી હતી. ત્યારે આ તોફાનમાં જાનમાલનું મોટું નુક્શાન થયું હતું.

ટિયર ગેસના સેલ
  

ટિયર ગેસના સેલ

સોમવારે, ભડકાયેલી ભીડને કાબુમાં લેવા માટે પોલિસે પણ ફાયરીંગ કર્યું હતું. અને ટિયરગેસના સેલ છોડી ભીડને વેરવિખેર કરી હતી.

લોકોનો આક્રોશ
  
 

લોકોનો આક્રોશ

આ ફોટોમાં કેટલાક લોકો પોલિસની જીપને ઊંધી પાડી રહ્યા છે. અને તેની પર પેટ્રોલ છાંટી રહ્યા છે.

પોલિસનો વળતો પ્રહાર
  

પોલિસનો વળતો પ્રહાર

તો સામે પક્ષે પોલિસે પણ કાયદાની સ્થિતિ સંભાળવા માટે બનતા પ્રયાસો હાથ ધર્યા હતા.

વારાણસી તોફાન
  

વારાણસી તોફાન

ત્યારે સામાન્ય રીતે શાંતિ પ્રિય અને ધાર્મિક એવા વારાણસી શહેરમાં થયેલી આ હિંસક ધટનાએ ત્યાંની શાંતિને ડોહળાવી હતી.

તોડફોટ
  

તોડફોટ

એટલું જ નહીં લોકોએ દુકાનનો અને બેનરોને પણ આગચાંપી કરી હતી. ત્યારે લોકોનો આક્રોશ આ ફોટામાં પણ સ્પષ્ટ નજરે પડે છે.

ટોળાનો વિરોધ
  

ટોળાનો વિરોધ

ત્યારે પોલિસ અને ગુસ્સે ભરાયેલા ટોળા વચ્ચે થયેલા આ હિંસક લડાઇની આ અન્ય એક તસવીર.

ઇજાગ્રસ્ત પોલિસવાળા
  

ઇજાગ્રસ્ત પોલિસવાળા

તો આ ફોટોમાં ઇજાગ્રસ્ત પોલિસ કર્મીઓ જોવા મળી રહ્યા છે. જેમની નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વારાણસી ભડકે બળી
  

વારાણસી ભડકે બળી

ત્યારે અન્ય આ એક ફોટોમાં એક વ્યક્તિ પોલિની જીપને આગ ચાંપી રહ્યો છે.

પોલિસનો લાઠીચાર્જ
  

પોલિસનો લાઠીચાર્જ

પોલિસે ગુસ્સે ભરાયેલા ટોળાને રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો. નોંધનીય છે કે આ તોફાનમાં અત્યાર સુધી 50 લોકોની અટક કરવામાં આવી છે.

દુકાનો બાળી
  

દુકાનો બાળી

આ સમગ્ર ધટના બાદ સ્થિતિને સાચવવા મોટી સંખ્યામાં પોલિસદળોને ધટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. ત્યારે દુકાનોને આગચાંપીની આ તસવીર.

જાનમાલને નુક્શાન
  

જાનમાલને નુક્શાન

પોલિસની અનેક જીપો અને બાઇકોને ગુસ્સે ભરાયેલા લોકોએ આગ ચાંપી કરી હતી. જેની આ એક અન્ય તસવીર છે.

આજે શાંતિ
  

આજે શાંતિ

ત્યારે આગચાંપીના આ બનાવો બાદ કર્ફ્યૂ લગાવતા આજે સમગ્ર વારાણસીમાં શાંતિ જોવા મળી હતી. જો કે આજે કોલેજ અને સ્કૂલો બંધ રાખવામાં આવી હતી.

English summary
As the temple town of Varanasi boiled in protests over ban on idol immersions in Ganga and lathicharge on Monday, Oct 5, nearly 50 persons were arrested on Tuesday and authorities maintained a tight vigil.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.