For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પોલિટીકલ વોરમાં મોદી અમારા બેસ્ટ કમાન્ડો'

|
Google Oneindia Gujarati News

પણજી, 7 જૂનઃ વોર શબ્દનો ઉપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના નેશનલ જનરલ સેક્રેટરી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે કહ્યું છેકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પક્ષના રાજકીય યુદ્ધમાં શ્રેષ્ઠ કમાન્ડો છે.

'એમા જરા પણ શંકા નથી કે મોદી અમારા શ્રેષ્ઠ કમાન્ડો છે, અને આ પોલિટીકલ વોરમાં અમે અમારા શ્રેષ્ઠ હથિયાર અને કમાન્ડો્ઝનો ઉપયોગ કરીશું,' તેમ પ્રધાને ગોવા ખાતે મળી રહેલી બેઠકમાં ભાગ લેવા જતા પહેલા કહ્યું છે.

narendra-modi-latest
શુક્રવારથી ગોવા ખાતે શરૂ થઇ રહેલી બે દિવસની ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નક્કી થશે કે ભાજપ આગામી 2014ની લોકસભાની ચૂંટણીમાં કેવા પ્રકારની રણનીતિનો ઉપયોગ કરશે. પ્રધાન કે જેમની તાજેતરમાં જ બિહાર ખાતેના પાર્ટી ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, પક્ષના પ્રચારને લઇને અંતિમ નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી કરવામાં આવશે. નિર્ણયાક સંદેશો આ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આપવામાં આવશે.

'પક્ષના કાર્યકરો અને સામાન્ય જનતા તેમના(મોદી) નામને લઇને એક્સાઇટમેન્ટ દર્શાવી રહ્યા છે. જેમ પક્ષના પ્રમુખ હંમેશા કહીં રહ્યાં છે તેમ તેઓ સૌથી વધુ લોકપ્રિય નેતા છે,' તેમ પ્રધાને જણાવ્યું છે.

એલ કે અડવાણની અનુપસ્થિતિ અંગે પૂછવામાં આવતા તેમણે સીધું જણાવ્યું નથી પણ એવા સંકેત આપ્યા છે કે, પક્ષના બે ભાગ પડી ગયા નથી. પક્ષમાં કોઇ મતભેદ નથી.

English summary
Using the idiom of war, BJP national general secretary Dharmendra Pradhan Friday said Gujarat Chief Minister Narendra Modi was the "best commando" the party could have in its political battle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X