પોંડીચેરીમાં AIADMKએ સરકાર બનાવવાનો કર્યો ઇનકાર, કહ્યું- ચૂંટણી જીતીને જ સત્તામાં આવશે
પોંડીચેરી વિધાનસભામાં શાસક કોંગ્રેસ પક્ષ બહુમતી સાબિત કરી શક્યુ નહીં. રાજ્યપાલે જાહેર કર્યું કે સરકાર પાસે બહુમતી નથી, તેમ જ મુખ્યમંત્રી વી નારાયણસામીએ રાજીનામું આપ્યું છે. પોંડીચેરીની સરકાર પડ્યાના એક દિવસ પછી AIADMKના નેતા એ અંબાલાગને કહ્યું, "અમારે હવે સરકાર બનાવવાનો કોઈ હેતુ નથી, કેમ કે ચૂંટણીની તારીખો ફક્ત 10 દિવસમાં જ જાહેર કરવામાં આવશે." અમે ચૂંટણીનો સામનો કરીશું અને લોકતાંત્રિક રીતે સરકાર બનાવીશું.
પોંડીચેરી વિધાનસભામાં સોમવારે કોંગ્રેસ પોતાનું બહુમત સાબિત કરી શકી નથી. વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીને 9 ઉપરાંત 2 ડીએમકે અને અપક્ષ ધારાસભ્યનો ટેકો હતો. કોંગ્રેસના અધ્યક્ષને ઉમેરીને 11 ના ટેકા સાથે 12 ધારાસભ્યો હતા પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ કોંગ્રેસને બહુમતી માટે 14 ધારાસભ્યોના ટેકાની જરૂર હતી. સોમવારે ફ્લોર ટેસ્ટ દરમિયાન સીએમ નારાયણસામીના દાવા છતાં તેઓ બહુમત સાબિત કરી શક્યા ન હતા, જેના પછી તેમની સરકાર પડી.