For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તુનિષા આત્મહત્યા કેસમાં હવે આરોપી શીઝાનની બહેનનું નિવેદન સામે આવ્યુ, જાણો શું કહ્યું?

તુનિષાના પરિવારજનો શીઝાન પર આરોપો લગાવી રહ્યા કે તુનિષા ઈસ્લામને માનવા લાગી હતી અને હિજાબ પણ પહેરવા લાગી હતી ત્યારે હવે આ મામલાને ધર્મ સાથે જોડવા મુદ્દે શીઝાન ખાનની બહેન ફલકે મીડિયા સહિત અન્ય લોકો પર પ્રહાર કર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : અભિનેત્રી તુનીષા આત્મહત્યા કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં તુનિષાના એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરી લીધી છે. આ કેસને હિન્દુ-મુસ્લિમની એંગલથી જોવામાં આવી રહ્યો છે ત્યારે હવે શીઝાનની બહેનનું નિવેદન સામે આવ્યુ છે.

shizan khan

તુનિષાના પરિવારજનો શીઝાન પર આરોપો લગાવી રહ્યા કે તુનિષા ઈસ્લામને માનવા લાગી હતી અને હિજાબ પણ પહેરવા લાગી હતી ત્યારે હવે આ મામલાને ધર્મ સાથે જોડવા મુદ્દે શીઝાન ખાનની બહેન ફલકે મીડિયા સહિત અન્ય લોકો પર પ્રહાર કર્યા છે.

આ મુદ્ધે ફલકે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી અને લખ્યુ કે, કેવી રીતે અમારા મૌનને નબળાઈ સમજવામાં આવી તે સાંભળીને દિલ તૂટી જાય છે. કદાચ આને જ ઘોર કલિયુગ કહે છે. ફલકે મીડિયા પર પણ પ્રહારો કર્યા હતા. ફલકે કહ્યું કે કંઈપણ લખતા પહેલા કેટલાક મીડિયા પોર્ટલના રિસર્ચનું શું? સામાન્ય લોકોની સામાન્ય સમજ ક્યાં છે? જે લોકો શીઝાનનો વિરોધ કરે છે તે પોતાની જાતને પૂછે છે કે તમે કઈ સ્થિતિના આધારે વાત કરી રહ્યા છો અથવા કોઈ ધર્મ પ્રત્યે નફરતની વાત કરી રહ્યા છો? અથવા ભૂતકાળની ઘટનાઓથી પ્રભાવિત છો? જાગતા રહો.

અહીં ફલકે મીડિયાને આડે હાથ લીધુ અને કહ્યું કે, મીડિયાનો એક વર્ગ એટલો નીચે ઉતરી ગયો છે કે ફક્ત ટીઆરપીના આધારે કામ કરે છે. તમે તેના ગ્રાહક છો. કારણ કે મીડિયા સંસ્થાઓ દ્વારા અવિશ્વસનીય સ્ત્રોતોના આધારે સમાચાર ફાઈલ કરવામાં આવી રહ્યા છે. ફલકે વધુમાં કહ્યું કે અમે એ પણ ધ્યાન આપી રહ્યા છીએ કે કેવી રીતે શીઝાનને બદનામ કરવા માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન તુનિષાને આશીર્વાદ આપે અને આશા છે કે તે હવે સારી જગ્યાએ હશે.

અહીં તમને જણાવી દઈએ કે ફલકનું આ નિવેદન મહારાષ્ટ્રની વસઈ કોર્ટે શીઝાન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા બાદ આવ્યું છે. શનિવારે રિમાન્ડ પૂરા થતાં 28 વર્ષીય અભિનેતાને વાલિવ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. અહીં શીઝાન ખાનના વકીલે કહ્યું કે તે પ્રથમ જામીન માટે સોમવારે કેસ દાખલ કરશે.

English summary
In the Tunisha suicide case, the statement of the accused Shizan's sister has come out
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X