લોકસભા ચૂંટણી બાદ ઉત્તરાખંડમાં કોગ્રેસની શાનદાર વાપસી, બન્ને સીટો પર પેટા ચૂંટણી જીતી
લોકસભા ચૂંટણીમાં ઉત્તરાખંડમાં એક પણ સીટ ન જીતનારી કોંગ્રેસે વિધાનસભા પેટા ચૂંટણીમાં શાનદાર વાપસી કરી છે. પાર્ટીએ અહીંની બન્ને સીટો પર પેટા ચૂંટણી જીતી લીધી છે.
કોંગ્રેસેના ઉમેદવારો લખપત સિંહ બુટોલા અને કાઝી નિઝામુદ્દીન બદ્રીનાથ અને મંગલૌર વિધાનસભા બેઠકો જીતીવામાં સફળ રહ્યાં છે.

બદ્રીનાથમાં બુટોલાને 27,696 મતો મળ્યા. તેમણે ભાજપના રાજેન્દ્ર સિંહ ભંડારીને 5,095 મતોના માર્જિનથી હરાવ્યા. ત્રણ ટર્મના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી ભંડારીને 22,601 વોટ મળ્યા. ભંડારી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ બદ્રીનાથ બેઠક ખાલી પડી હતી.
મંગલૌરમાં ત્રણ વખતના ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નિઝામુદ્દીને ભાજપના કરતાર સિંહ ભડાના સામે 422 મતોના નાના માર્જિનથી સીટ મેળવી છે. નિઝામુદ્દીનને 31,727 મત મળ્યા, જ્યારે ભદાનાને 31,305 મત મળ્યા.
બહુજન સમાજ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય સરવત કરીમ અંસારીના પુત્ર ઉબૈદુર રહેમાન ઉર્ફે મોન્ટી 19,559 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા.
બદ્રીનાથ બેઠક એ ગઢવાલ લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા 14 વિધાનસભા ક્ષેત્રોમાંથી એક છે અને એકમાત્ર કોંગ્રેસ પાસે છે, બાકીના તમામ ભાજપ પાસે છે. ભાજપે ભંડારીને તો કોંગ્રેસે બુટોલાને પસંદ કર્યા હતા. ચમોલી જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ બુટોલાએ નવ વર્ષ સુધી પાર્ટીના પ્રવક્તા તરીકે કામ કર્યું છે અને પાર્ટીના ગઢવાલ મંડળના મીડિયા ઈન્ચાર્જ પણ રહ્યાં છે.
મંગલૌરમાં ઉત્તરાખંડના અલગ રાજ્ય તરીકેની રચના પછી બીજેપી ક્યારેય જીતી શકી નથી, શાસક ભાજપે જાણીતા રાજકારણી અવતાર સિંહ ભડાનાના ભાઈને પસંદ કર્યા હતા. તે અગાઉ હરિયાણામાં બસપાના નેતા હતા અને ઓમ પ્રકાશ ચૌટાલાના નેતૃત્વ હેઠળના ભારતીય રાષ્ટ્રીય લોકદળના સભ્ય હતા, તેમણે હરિયાણામાં ચૌટાલા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે બીએસપી નેતા તરીકે ઉત્તર પ્રદેશની ખતૌલી વિધાનસભા બેઠક પણ જીતી હતી.












Click it and Unblock the Notifications
