માયાવતીના ભાઈ-ભાભી સામે આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની સંપત્તિ જપ્ત
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીના ભાઈ અને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદ કુમાર અને તેમની પત્ની સામે આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગે 400 કરોડ રૂપિયાના એક બેનામી પ્લોટને જપ્ત કર્યા છે. આ પ્લોટ નોઈડામાં છે. બેનામી સંપત્તિ 28,328.07 વર્ગ મીટર કે લગભગ 7 એકર છે. આ કાર્યવાહી માયાવતી માટે પરેશાની બની શકે છે.
આનંદ કુમાર અને તેમની પત્ની વિચિત્ર લતાના આ બેનામી પ્લોટને જપ્ત કરવાનો આદેશ 16 જુલાઈ રોજ વિભાગની દિલ્લી સ્થિત બેનામી નિષેધ એકમ (બીપીયુ)એ જાહેર કર્યો હતો. ત્યારબાદ આજે એટલે કે 18 જુલાઈના રોજ આવકવેરા વિભાગે પ્લોટને જપ્ત કરી લીધો છે. તમને જણાવી દઈએ કે માયાવતીએ હાલમાં જ પોતાના ભાઈ આનંદ કુમારને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા.
માયાવતીના ભાઈ આનંદ કુમાર ક્યારેક નોઈડા પ્રાધિકરણમાં સામાન્ય ક્લાર્ક હતા. માયાવતી સત્તામાં આવ્યા બાદ આનંદ કુમારની સંપત્તિ અચાનક ઝડપથી વધી. તેમના ઉપર નકલી કંપની બનાવીને કરોડો રૂપિયાની લોન લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. કહેવાય છે કે તેમણે પહેલા એક કંપની બનાવી હતી. 2007માં માયાવતીની સરકાર આવ્યા બાદ આનંદ કુમારે એક બાદ એક સતત 49 કંપનીઓ ખોલી. જોત જોતામાં 2014માં તે 1,316 કરોડની સંપત્તિના માલિક બની ગયા.
શું કહે છે કાયદો
કાયદો કહે છે કે બેનામી અધિનિયમનું ઉલ્લંઘન કરનારાને બેનામી સંપત્તિના ઉચિત બજાર મૂલ્યના 25 ટકા સુધી દંડ ભરવા ઉપરાંત 7 વર્ષ સુધીના સશ્રમ જેલનો સામનો કરવો પડી શકે છે. મોદી સરકાર દ્વારા એ વર્ષથી નિષ્ક્રિય પડેલ કાયદાને લાગુ કર્યા બાદ વિભાગે 1 નવેમ્બર, 2016થી નવા બેનામી લેવડદેવડ (નિષેધ) સુધારા અધિનિયમ, 2016 હેઠળ કાર્યવાહી શરૂ કરી. આવકવેરા વિભાગે દેશમાં બેનામી અધિનિયમને લાગુ કરનાર નોડલ વિભાગ છે.
આ પણ વાંચોઃ કર્ણાટકનો ફ્લોર ટેસ્ટ, મુંબઈમાં ઈલાજ કરાવતા મળ્યા 'ગાયબ' કોંગ્રેસ MLA