ચેન્નઇ સ્થિત જયા ટીવીની ઓફિસમાં આયકર વિભાગની રેડ

Posted By:
Subscribe to Oneindia News

આયકર વિભાગે ચેન્નઇ સ્થિત જયા ટીવીના કાર્યાલયમાં રેડ પાડી છે. આયકર વિભાગે આ સીવાય નામધુ એમજીઆર જે તમિલ છાપું છે ત્યાં પણ રેડ પાડી છે. આ છાપેમારીમાં કથિત રૂપથી ચોરીનો મામલો સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે જયા ટીવી એઆઇએડીએમકેના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય જયલલિતાએ શરૂ કરાવ્યું હતું. જેને એઆઇડીએમકેનું માથપીસ કહેવાય છે. આ ચેનલ હાલ શશિકલા સંભાળે છે. જે આવકથી વધુ સંપત્તિ રાખવાના આરોપ હેઠળ જેલમાં બંધ છે. આયકર વિભાગે ઇલાવરાસીની પુત્રી કૃષ્ણાપ્રિયાના ઘરે પણ છાપો માર્યો છે. જ્યાં પેરોલ વખતે શશિકલા રોકાઇ હતી.

Jaya raid

નોંધનીય છે કે હાલ ત્રણ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાતે હતા. અને અહીં તે કુરુણાનિધિને મળ્યા હતા. આ પછી જયલલિતાના પક્ષના માઉથપીસ ગણાતા છાપા પર રેડ પડવાથી અનેક રાજકીય સમીકરણો બદલાયા હોવાની સંભાવના લોકોને અહીં દેખાઇ રહી છે. ત્યારે આજે વહેલી સવારે આયકર વિભાગ દ્વારા પાડવામાં આવેલી આ રેડથી તમિલનાડુનું રાજકારણ ગરમાયું છે. જો કે આ છાપેમારી હજી ચાલુ છે. અને આવનારા દિવસોમાં બીજી મહત્વની જગ્યાએ પણ આયકર વિભાગ રેડ પાડશે તેમ મનાઇ રહ્યું છે. 

English summary
Income tax department raid at Jaya TV channel office at Chennai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.