For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ક્મ ટેક્સ ઓફિસરને બેભાન સાપ મળ્યો, કંઈક આવી રીતે જીવ બચાવ્યો

મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ઈન્ક્મ ટેક્સ ઓફિસર ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ કોઈ કાર્યવાહી નહીં પરંતુ તેમનું એક અનોખું કામ છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ઈન્ક્મ ટેક્સ ઓફિસર ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ કોઈ કાર્યવાહી નહીં પરંતુ તેમનું એક અનોખું કામ છે. આ ઈન્ક્મ ટેક્સ ઓફિસર શેર સિંહ ગિન્નારે એક સાપનો જીવ બચાવ્યો છે. આ કામને કારણે તેમની ખુબ જ ચર્ચા થઇ રહી છે.

પેટમાં પાઇપ નાખીને ઉલ્ટી કરાવી

પેટમાં પાઇપ નાખીને ઉલ્ટી કરાવી

ખરેખર ઈંદોરના કાનડીયાં રોડ પર બિરલા પબ્લિક સ્કૂલમાં શનિવારે બપોરે અચાનક એક સાપ જોવા મળ્યો. સ્કૂલના કર્મચારીઓએ સાપ પર ઝેરીલું કીટનાશક છાંટ્યું, જેને કારણે સાપ બેભાન થઇ ગયો. આ મામલે જાણકારી મળતા જ શેર સિંહ સ્કૂલ પહોંચ્યા. તેમને સાપના પેટમાં પાઇપ ઘ્વારા પાણી નાખીને ઉલ્ટી કરાવી ત્યારપછી સાપ ઠીક થઇ શક્યો.

બેભાન થઈને સાપ પડ્યો હતો

બેભાન થઈને સાપ પડ્યો હતો

શેર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક મોટો સાપ બેભાન હાલતમાં પડેલો મળ્યો હતો. કર્મચારીઓ પાસે જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે સાપ પર તેમને કીટનાશક છાંટ્યું હતું. શેર સિંહ અનુસાર તેમને સાપને પકડીને પાઇપ ઘ્વારા તેના પેટમાં પાણી નાખ્યું અને તેની પાસે ઉલ્ટી કરાવી. ઉલ્ટી કરવાને કારણે સાપના પેટમાં પહોચેલું કીટનાશક બહાર નીકળી આવ્યું.

સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે

સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે

તેમને જણાવ્યું કે સાપની સ્થિતિમાં સુધાર થયા પછી તેને ઠંડા પાણીમાં રાખ્યો. સાપને વનવિભાગની નજર હેઠળ કોઈ સુરક્ષિત સ્થાને છોડવામાં આવશે. આપને જણાવી દઈએ કે શેર સિંહ ગિન્નાર એક ઈન્ક્મ ટેક્સ ઓફિસર છે અને તેમને વન્ય જીવ પ્રત્યે લગાવ છે.

English summary
Income Tax officer Sher Singh saved life of a snake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X