કોરોનાનો કહેર યથાવત, દેશણાં 24 કલાકમાં 540 નવા કેસ નોંધાયા
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યું કે દેશમાં ગત 24 કલામાં કોરોના વાયરસના 540 નવા મામલા સામે આવ્યા છે અને 17 લોકોના મોત થયાં છે. મંત્રાલય મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 5743 થઈ ગઈ છે. જેમાં 5095 સક્રિય મામલા છે, 473 લોકો ઠીક થઈ ચૂક્યા છે જ્યારે 166 લોકોના મોત થયાં છે.

કોરોના વાયરસના સૌથી વધુ મામલા
દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ મામલા મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, દિલ્હી અને તેલંગાણાથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 1135 મામલા નોંધાયા છે, જેમાંથી 72 લોકોના મોત થયાં છે. કેરળમાં 345 સંક્રમિત દર્દી છે અને 2 લોકોના મોત થયાં છે. જ્યારે તમિલનાડુમાં કોરોના વાયરસના 738 મામલા છે અને 8નાં મોત થયાં છે. આ ઉપરાંત તેલંગાણાથી અત્યાર સુધીમાં 427 મામલા સામે આવ્યા છે જ્યારે 7 લોકોના મોત થયાં છે.

ક્યાં કેટલા મામલા
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમિત મામલાની સંખ્યા 669 પર પહોંચી ગઈ છે. અહીં બુધવારે 93 નવા મામલા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 9ના મોત થયાં છે. રાજસ્થાનમાં 40 નવા મામલા સામે આવ્યા છે. રાજ્યમાં પૉઝિટિવ મામલાની કુલ સંખ્યા 383 થઈ ગઈ છે. પુણેમાં વધુ બે સંક્રમિત લોકોના મોત થયાં છે. કોરોનાથી મરનારની સંખ્યા અહીં વધીને 18 થઈ ગઈ છે, જેમાંથી 10ના મોત બુધવારે થયાં.

દેશમાં 300થી વધુ કેસવાળાં રાજ્યો
રાજસ્થાનમાં 381, ઉત્તર પ્રદેશમાં 361 અને કર્ણાટકમાં 181 મામલા નોંધાયા છે. ચંદીગઢમાં કોરોના વાયરસથ સંક્રમિત 18 લોકોનો પતો લાગ્યો છે, જ્યારે 158 મામલાની પુષ્ટિ જમ્મુ-કાશ્મીર અને 14ની લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમ અને મણિપુરથી એક-એક મામલાની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે આસામમાં 8 મામલાની પુષ્ટિ થઈ છે.
લૉકડાઉન વચ્ચે 1 લાખ કરોડના બીજા પેકેજનુ એલાન કરી શકે છે સરકાર