• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Independence Day 2021: સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે જ શા માટે? આ રહ્યા કારણો!

By Desk
|
Google Oneindia Gujarati News

દેશમાં દર વર્ષે 15 મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. 15 મી ઓગસ્ટ 1947 આ તે દિવસ છે જ્યારે આપણને આઝાદી મળી. તમને જણાવી દઈએ કે આઝાદી અડધી રાત્રે મળી હતી. આપણે આઝાદી દિવસ 15 ઓગસ્ટે જ કેમ ઉજવીએ છીએ? તેની પાછળ રસપ્રદ કહાની છે. જાણીએ કે આ દિવસને આઝાદી માટે કેમ પસંદ કરવામાં આવ્યો?

પહેલા 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ ઉજવાતો

પહેલા 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ ઉજવાતો

અગાઉ 1930 થી 1947 સુધી 26 જાન્યુઆરીએ ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. તેનો નિર્ણય વર્ષ 1929 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સત્રમાં લાહોરમાં લેવાયો હતો. આ સત્રમાં ભારતમાં પૂર્ણ સ્વરાજ જાહેર કરાયુ હતુ. આ ઘોષણા પછી, ભારતીય નાગરિકોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સવિનય ભંગ ચળવળ માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા સુધી સમયસર થતા આદેશોનું પાલન કરવાની વિનંતી કરાઈ હતી.

15 ઓગસ્ટ માઉન્ટ બેટનનો નિર્ણય હતો

15 ઓગસ્ટ માઉન્ટ બેટનનો નિર્ણય હતો

આ સમયે ભારતમાં લોર્ડ માઉન્ટબેટનનું શાસન હતું. માઉન્ટબેટને વ્યક્તિગત રીતે ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટનો દિવસ નક્કી કર્યો હતો. કહેવાય છે કે તેમણે પોતાના કાર્યકાળ માટે આ દિવસને ભાગ્યશાળી માન્યો હતો. આની પાછળ બીજું ખાસ કારણ એ હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 15 ઓગસ્ટ, 1945 ના રોજ જાપાની સેનાએ તેમના નેતૃત્વમાં બ્રિટન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

જ્યોતિષીઓએ વચ્ચેનો માર્ગ શોધ્યો

જ્યોતિષીઓએ વચ્ચેનો માર્ગ શોધ્યો

માઉન્ટબેટન તે સમયે તમામ દેશોના સાથી સૈન્યના કમાન્ડર હતા. લોર્ડ માઉન્ટબેટન દ્વારા આયોજિત 3 જૂનની તારીખે સ્વતંત્રતા અને વિભાજનના સંદર્ભમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 3 જૂનની યોજનામાં આઝાદીનો દિવસ નક્કી કરવામાં આવ્યો અને તેની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ દેશભરના જ્યોતિષીઓમાં આક્રોશ હતો, કારણ કે જ્યોતિષીય ગણતરી મુજબ 15 ઓગસ્ટ 1947 નો દિવસ અશુભ હતો. અન્ય તારીખો પણ વિકલ્પ તરીકે સૂચવવામાં આવી હતી પરંતુ માઉન્ટબેટન 15 ઓગસ્ટની તારીખ પર જ અટકી ગયા, જે તેના માટે ખાસ હતી. છેલ્લે સમસ્યાના નિરાકરણ તરીકે જ્યોતિષીઓએ વચ્ચેનો માર્ગ શોધ્યો.

મૃહુર્ત માટે આ સમય પસંદ કરાયો

મૃહુર્ત માટે આ સમય પસંદ કરાયો

આ પછી 14 અને 15 ઓગસ્ટની મધ્યરાત્રીનો સમય સૂચવવામાં આવ્યો અને તેની પાછળ અંગ્રેજી સમયનો હવાલો અપાયો. અંગ્રેજી પરંપરામાં નવો દિવસ રાત્રે 12 વાગ્યા પછી શરૂ થાય છે. બીજી તરફ હિન્દી કેલેન્ડર મુજબ નવા દિવસની શરૂઆત સૂર્યોદય સાથે થાય છે. જ્યોતિષીઓ મક્કમ હતા કે સત્તા પરિવર્તન અભિજીત મુહૂર્તમાં આવે છે અને 48 મિનિટના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવે. આ મુહૂર્ત 11.51 થી 12.15 વાગ્યા સુધી 24 મિનિટનું હતું. નહેરૂએ આ સમયગાળા દરમિયાન ભાષણ પુરૂ કરવાનું હતુ.

કોમી રમખાણોને કારણે એક વર્ષ વહેલી આઝાદી?

કોમી રમખાણોને કારણે એક વર્ષ વહેલી આઝાદી?

આ પહેલા જૂન 1948 સુધીમાં બ્રિટન દ્વારા ભારતમાં સત્તા સ્થાનાંતરિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 1947 માં સત્તા સંભાળતાં સાથે જ લોર્ડ માઉન્ટબેટને સર્વસંમતિ સુધી પહોંચવા માટે ભારતીય નેતાઓ સાથે મંત્રણા શરૂ કરી, પરંતુ બધું એટલું સરળ નહોતું. ખાસ કરીને, જ્યારે ભાગલા મુદ્દે ઝીણા અને નહેરુ વચ્ચે સંઘર્ષની સ્થિતિ હતી. એક અલગ રાષ્ટ્ર માટેની જિણાની માગણીએ ભારતભરમાં મોટા પ્રમાણમાં કોમી રમખાણો સર્જ્યા હતા અને પરિસ્થિતિ બેકાબૂ હતી. માઉન્ટબેટનને આ બધાની અપેક્ષા નહોંતી એટલે તેમને 1948 ને બદલે એક વર્ષ વહેલા સત્તા હસ્તાંતરણ કરવાનો નિર્ણય લેવો પડ્યો.

બીજા વિશ્વ યુદ્ધે બ્રિટનની કમર તોડી

બીજા વિશ્વ યુદ્ધે બ્રિટનની કમર તોડી

1945 માં બીજા વિશ્વયુદ્ધ બાદ અંગ્રેજો આર્થિક રીતે નબળા પડ્યા હતા અને ઇંગ્લેન્ડમાં પોતાનું શાસન ચલાવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા હતા. એવું પણ કહેવાય છે કે બ્રિટીશ સત્તા લગભગ નાદારીના આરે હતી. મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝની પ્રવૃત્તિઓની આમાં મહત્વની ભૂમિકા હતી.1940 ના દાયકાની શરૂઆતથી, ગાંધી અને બોઝની ચળવળ બ્રિટિશ સરકાર માટે ચિંતાનું કારણ બની હતી.

English summary
Independence Day 2021: Why Independence Day is on 15th August? Here are the reasons!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion