For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Independence Day: પીએમ મોદીને પતંગોથી બચાવવા સ્પેશિયલ ફોર્સ તૈનાત

દિલ્હી પોલિસ લાલ કિલ્લાની આસપાસ પતંગ ઉડાવનારાઓનું ધ્યાન રાખશે અને તેના માટે એક ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે લાલ કિલ્લાથી દેશને સંબોધિત કરશે. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે અને દરેક જગ્યાએ સુરક્ષાકર્મીઓ પોતાની ચાંપતી નજર રાખશે. વળી, પતંગ ઉડાવનારાઓ પર પણ કડક નજર રાખવાની તૈયારી કરી દેવામાં આવી છે. દિલ્હી પોલિસ લાલ કિલ્લાની આસપાસ પતંગ ઉડાવનારાઓનું ધ્યાન રાખશે અને તેના માટે એક ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

સવારે 11 વાગ્યા સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ

સવારે 11 વાગ્યા સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ

જો કે કોઈ પણ પ્રકારની ઉડવાવાળી વસ્તુ પર તો પ્રતિબંધ દર વર્ષે રહે છે પરંતુ પહેલી વાર આ પતંગો પર નજર રાખનારી ટીમ બનાવવામાં આવી રહી છે. દિલ્હી પોલિસે આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે લાલ કિલ્લાની આસપાસ સવારે 11 વાગ્યા સુધી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ JNU છાત્ર ઉમર ખાલિદ હુમલા કેસમાં શંકાસ્પદ વ્યક્તિ CCTV માં ઝડપાયોઆ પણ વાંચોઃ JNU છાત્ર ઉમર ખાલિદ હુમલા કેસમાં શંકાસ્પદ વ્યક્તિ CCTV માં ઝડપાયો

દિલ્હી પોલિસના 100 થી વધુ જવાન રાખશે પતંગ પર નજર

દિલ્હી પોલિસના 100 થી વધુ જવાન રાખશે પતંગ પર નજર

સૂત્રો અનુસાર દિલ્હી પોલિસના 100 થી વધુ જવાનો લાલ કિલ્લા અને તેની આસપાસ નજર રાખશે જેથી પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પતંગ દેખાઈ ન શકે. જામા મસ્જિદ, દરિયાગંજ, કાશ્મીરી ગેટ, સિવિલ લાઈન્સ અને ચાંદની ચોક વિસ્તારોમાં સુરક્ષાકર્મીઓ પર આવી જવાબદારી રહેશે.

આ પણ વાંચોઃ ઈમરાનના શપથગ્રહણમાં પાક જવા માટે સિદ્ધુને અનુમતિ આપશે સરકાર?આ પણ વાંચોઃ ઈમરાનના શપથગ્રહણમાં પાક જવા માટે સિદ્ધુને અનુમતિ આપશે સરકાર?

છાવણીમાં તબદીલ લાલ કિલ્લો

છાવણીમાં તબદીલ લાલ કિલ્લો

દિલ્હી પોલિસના જવાનો ઈમારતોની છતો પર, ઘરોની બાલ્કનીમાં તૈનાત રહેશે અને તે દરેક ઉડનારી વસ્તુ પર નજર રાખશે. પોલિસ એવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે જે આ વિસ્તારોમાં નિર્દેશો છતાં પતંગ ઉડાડતા જોવા મળશે. આ જવાનોને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે કે જો કાર્યક્રમ સ્થળ પર કોઈ પતંગ આવીને પડે તો સ્થિતિને કેવી રીતે સંભાળવાની છે.

આ પણ વાંચોઃ ઓપિનિયન પોલઃ એમપીમાં કોંગ્રેસ પાર કરી શકે છે બહુમતનો આંકડોઆ પણ વાંચોઃ ઓપિનિયન પોલઃ એમપીમાં કોંગ્રેસ પાર કરી શકે છે બહુમતનો આંકડો

English summary
Independence Day task for police: Keeping stray kites away from PM modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X