ભાજપે કહ્યું 'વેલકમ' કેજરીવાલજી, જવાબ મળ્યો 'નો થેન્કસ'
મીડિયાને સંબોધિત કરતા કહ્યું છે કે અમને કોઇપણ પ્રકારનું ક્રેડિટ નથી જોઇતું, કારણ કે ભાજપ-કોંગ્રેસ બન્ને મળેલા છે. બીજી તરફ ભાજપ નેતા વિજય ગોયલે કહ્યું કે, મારો મુદ્દો વિજળીના ભાવ ઘટાડવાનો છે. ગોયલે કહ્યું કે, જે પણ આ મુદ્દે સમર્થન કરશે, અમે તેનું સ્વાગત કરીશું અને કેજરીવાલનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આ પહેલા, આસમાને પહોંચેલા વિજળીના બીલોને લઇને ડીઆઇઆરસી એટલે કે દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્લુલેટરી કમીશન અન આરડબલ્યુએની બેઠકમાં જોરદાર હંગામો મચ્યો. ત્યાર બાદ દિલ્હી પોલીસ અંદર પહોંચી અને આરડબ્લ્યુએના સભ્યોને બહાર કાઢ્યાં.
નોંધનીય છે કે કેજરીવાલે રાજકીય પાર્ટીની રચના કરતાની સાથે જ વિજળીનો મુદ્દો ઉઠાવ્યો છે. આ મુદ્દે કેજરીવાલને આમ જનતાનો પૂરો સહયોગ મળી રહ્યો છે. ભાજપે આજે અચાનક આ મુદ્દે ઝંપલાવીને પ્રશ્ન ખડો કર્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ પાસે આ મુદ્દો જતો રહેવાનો ડર ભાજપને છે.