• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપે કહ્યું 'વેલકમ' કેજરીવાલજી, જવાબ મળ્યો 'નો થેન્કસ'

By Super
|
arvind kejriwal
નવીદિલ્હી, 08 ઑક્ટોબરઃ હવે આને ચૂંટણી સ્ટંટ કહેવો કે પછી આમ જનતાની ચિંતા, જેમાં ભાજપને આવું કરવા મજબૂર કરી દીધું. દિલ્હીમાં વધતા વિજળીના ભાવોના વિરોધમાં આજે ભાજપ રસ્તા પર ઉતરી આવી. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ અને ભાજપ નેતા વિજય ગોયલે આ તકે મંચ પણ વહેંચ્યું પરંતુ આ સાથે જ કેજરીવાલે એમ પણ કહ્યું કે તેમને કોઇ પક્ષની જરૂર નથી. કેજરીવાલ અને ગોયલે એક સાથે ડીઆઇઆરસીનો ઘેરાવો પણ કર્યો. કેજરીવાલે મીડિયા સાથે વાતચીતમાં ભાજપને પૂછ્યું કે આખરે ભાવ ઘટાડાની કોપી દબાવીને કેમ બેઠું છે? કેજરીવાલે કહ્યું કે મુખ્ય વિપક્ષી પાર્ટી હોવા છતાં પણ ભાજપે આ મુદ્દો સંસદમાં અને વિધાનસભામાં ઉઠાવ્યો નથી.

મીડિયાને સંબોધિત કરતા કહ્યું છે કે અમને કોઇપણ પ્રકારનું ક્રેડિટ નથી જોઇતું, કારણ કે ભાજપ-કોંગ્રેસ બન્ને મળેલા છે. બીજી તરફ ભાજપ નેતા વિજય ગોયલે કહ્યું કે, મારો મુદ્દો વિજળીના ભાવ ઘટાડવાનો છે. ગોયલે કહ્યું કે, જે પણ આ મુદ્દે સમર્થન કરશે, અમે તેનું સ્વાગત કરીશું અને કેજરીવાલનું પણ અમે સ્વાગત કરીએ છીએ. આ પહેલા, આસમાને પહોંચેલા વિજળીના બીલોને લઇને ડીઆઇઆરસી એટલે કે દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્લુલેટરી કમીશન અન આરડબલ્યુએની બેઠકમાં જોરદાર હંગામો મચ્યો. ત્યાર બાદ દિલ્હી પોલીસ અંદર પહોંચી અને આરડબ્લ્યુએના સભ્યોને બહાર કાઢ્યાં.

નોંધનીય છે કે કેજરીવાલે રાજકીય પાર્ટીની રચના કરતાની સાથે જ વિજળીનો મુદ્દો ઉઠાવ્યો છે. આ મુદ્દે કેજરીવાલને આમ જનતાનો પૂરો સહયોગ મળી રહ્યો છે. ભાજપે આજે અચાનક આ મુદ્દે ઝંપલાવીને પ્રશ્ન ખડો કર્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ પાસે આ મુદ્દો જતો રહેવાનો ડર ભાજપને છે.

English summary
High drama prevailed outside Delhi Electricity Regulatory Commission (DERC) office today when Arvind Kejriwal confronted BJP general secretary Vijay Goel who had came to the venue to protest against an increase in power tariffs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more