ભારતના નદીઓના પાણી રોકવાના નિર્ણયથી પાકિસ્તાન ગભરાયું
સિંધુ જળ સંધિ અનુસાર ભારત પાકિસ્તાનના પાણીને રોકી નહીં શકે, એક ઉપરી પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે જો ભારત રાવી, સતલજ અને બ્યાસ નદીનું પાણી રોકશે તો તેઓ ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા અદાલત તરફ જશે. સિંધુ જળ માટે સ્થાયી આયોગ અધિકારી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ભારત પાણી અંગે આક્રણક વલણ દાખવી રહ્યું છે.
ગયા મહિને પુલવામાં આતંકી હુમલા પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં કહ્યું હતું કે ભારતે પોતાના ભાગના પાણીને પાકિસ્તાનમાં જવાથી રોકવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાને ભારતની ટિપ્પણી પર જવાબ આપતા કહ્યું કે પોતાના ભાગના પાણીને રોકવાના ભારતના નિર્ણયથી તેમને કોઈ સમસ્યા નથી.
ભાજપા નેતા પણ જાણે છે કે, 350 આતંકીઓ મારવાનો દાવો ખોટો છે: અશોક ગેહલોત
જીયો ન્યુઝ રિપોર્ટ અનુસાર પાકિસ્તાની અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જળ એન્ડ વિદ્યુત મંત્રાલય પાકિસ્તાનમાં પાણીના વહેણને રોકવાના નિર્ણયની સમીક્ષા કરી રહ્યા છે. સિંધુ જળ સંધિ અનુસાર ભારત પાકિસ્તાનના પાણીને રોકી નહીં શકે એક ઉપરી પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું કે જો ભારત રાવી, સતલજ અને બ્યાસ નદીનું પાણી રોકશે તો તેઓ ઇસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા અદાલત તરફ જશે.
પાકિસ્તાનમાં બાલાકોટ જેવા જેશના 9 ટેરર કેમ્પ સક્રિય
અધિકારીએ કહ્યું કે ભારતના સિંધુ જળ આયોગે પાણીના પ્રવાહ રોકવા વિશે પાકિસ્તાનને માહિતી નથી આપી. અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાન તરફ વધતા પ્રવાહને રોકવામાં ઘણા વર્ષો લાગશે. આપને જણાવી દઈએ કે સિંધુ જળ સંધિ અનુસાર 1960 દરમિયાન સિંધુ, જેલમ અને ચિનાબ નદીઓનું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું, જયારે રાવી, બ્યાસ અને સતલજનું પાણી ભારતને આપવામાં આવ્યું.
એક રિપોર્ટથી ભારત હવે પાકિસ્તાનની પોલ આખી દુનિયા સામે ખોલશે