• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજથી WHOની મીટિંગ, કોરોના વાયરસ પર તપાસની માંગ કરી રહેલ 62 દેશોને ભારતનુ સમર્થન

|
Google Oneindia Gujarati News

ભારતે કોરોના વાયરસ પર ચીનને ખુલ્લેઆમ પડકાર આપ્યો છે. ભારતે એ 62 દેશોના ગઠબંધનને સમર્થન કર્યુ છે જે એ વાતની તપાસ કરવાની માંગ કરી રહ્યા છે કે છેવટે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે કે માનવ સુધી પહોંચ્યો. આ સિલસિલમાં વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ની ભૂમિકાની તપાસની વાત કરવામાં આવી રહી છે. ઘણા દેશોનુ માનવુ છે કે જ્યારે આ મામલો સામે આવી રહ્યો હતો તો સંગઠને પોતાની જવાબદારી યોગ્ય રીતે નથી નિભાવી. 18 મે એટલે કે સોમવારથી ડબ્લ્યુએચઓની મીટિંગ શરૂ થઈ રહી છે અને આ દરમિયાન એક પ્રસ્તાવ લાવવામાં આવશે.

પીએમ મોદીએ કહી હતી પારદર્શિતાના વાત

પીએમ મોદીએ કહી હતી પારદર્શિતાના વાત

ભારતે યુરોપિયન યુનિયન અને ઑસ્ટ્રેલિયા તરફથી ઈન્કવાયરી કરવાની માંગને લીલી ઝંડી આપી દીધી છે. આ પહેલી વાર છે જ્યારે ભારતે કોરોના વાયરસની મહામારી પર કોઈ નિર્ણય લીધો છે. ડિસેમ્બર 2019માં વાયરસ ચીનના વુહાનથી નીકળ્યો અને ત્રણ લાખથી વધુ લોકોના જીવ લઈ લીધા છે. દુનિયાના ઘણા દેશોની અર્થવ્યવસ્થા ચોપટ થઈ ચૂકી છે. જો કે માર્ચમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સમિટમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દેશને સંબોધિત કર્યા હતા તો તે સમયે તેમણે ડબ્લ્યુએચઓમાં સુધારાની વાત કહી હતી. સાથે જ પારદર્શિતા અને જવાબદારી લેવાની જરૂરિયાત પર પણ જોર આપ્યુ હતુ.

WHO ચીફ ટેડરૉસ પણ ઘેરામાં

WHO ચીફ ટેડરૉસ પણ ઘેરામાં

ટીકાના કેન્દ્ર ચીને બાદમાં કહ્યુ હતુ કે આ વાયરસ દુનિયામાં ક્યાંયથી પણ આવી શકે છે. ચીનના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તો ઘણા એવા સમાચારો શેર કર્યા હતા જેમાં ષડયંત્રની વાત કહેવામાં આવી હતી. ચીની વિદેશ મંત્રાલયે આ દરમિયાન અમેરિકાની સેનાને કોરોના વાયરસ માટે જવાબદાર ગણાવ્યા હતા. ડબ્લ્યુએચઓ અને તેના પ્રમુખ ટેડરૉસ એડહાનોમ ગેબ્રેસિયે પણ ચીનના સૂરમા સૂર મિલાવ્યો. આના કારણે સંગઠને પણ ચીન સાથે મહામારીને જવાબદાર ગણાવી હતી. વર્ષ 2017માં ગ્રેબેસિયસની ચૂંટણી ડબ્લ્યુએચઓના પ્રમુખ તરીકે થયો હતો. તે ઈથોપિયાના પહેલા વ્યક્તિ છે જેમને આ જવાબદારી આપવામાં આવી છે અને ચીને તેમનુ સમર્થન કર્યુ હતુ.

સેકન્ડ વર્લ્ડ વૉર બાદ મોટુ સંકટ

સેકન્ડ વર્લ્ડ વૉર બાદ મોટુ સંકટ

સ્વિત્ઝરલેન્ડના જીનિવા સ્થિત ડબ્લ્યુએચઓના હેડક્વાર્ટર પર હાલમાં ઘણા દેશોના રાજનાયકો ભેગા થયા છે. બાંગ્લાદેશ, કેનાડા, રશિયા, ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, ટર્કી અને યુનાઈટેડ કિંગડમ અને જાપાન સહિત 62 દેશો તરફથી પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ મહામારી ફેલાતા પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવાની વાત કહેવામાં આવી છે. આ મહામારીને દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદથી દુનિયાનુ સૌથી મોટુ સંકટ માનવામાં આવી રહ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે ડ્રાફ્ટમાં ક્યાંય પણ ચીન કે પછી વુહાનનો ઉલ્લેખ નથી. ડ્રાફ્ટમાં ડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડરૉસેથી માંગ કરવામાં આવી રહી છે કે વાયરસ કયા જાનવરથી આવ્યો તે આના જૂનોટિક સોર્સ અને માનવી સુધી કેવી રીતે પહોંચ્યો તે શોધો.

આજથી ભારતને મળશે મોટી જવાબદારી

આજથી ભારતને મળશે મોટી જવાબદારી

આ બધા વચ્ચે જ ભારતને આજે ડબ્લ્યુએચઓમાં મોટી જવાબદારી સોંપવાનુ એલાન કરવામાં આવી શકે છે. આજથી શરૂ થનારી મીટિંગમાં ભારતને ડબ્લ્યુએચઓના એક્ઝીક્યુટીવ બોર્ડમાં ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારતને આ જવાબદારી એવા સમયે આપવામાં આવી રહી છે જ્યારે કોવિડ-19 મહામારીમાં નિષ્ફળ રહેવા પર સંગઠનની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. ભારત આ બોર્ડમાં જાપાનની જગ્યા લેશે જે પોતાનો એક વર્ષનો કાર્યકાળ પૂરો કરી લેશે. એક્ઝીક્યુટીવ બોર્ડના ચેરમેનની જવાબદારી ભારતને આપવામાં આવશે. આના પર ગયા વર્ષે જ નિર્ણય લેવામાં આવ્યો હતો. એ વખતે ડબ્લ્યુએચઓના સાઉથ-ઈસ્ટ એશિયા ગ્રુપે એક સાથે ત્રણ વર્ષના કાર્યકાળ માટે ભારતના નામને પોતાનુ સમર્થન આપ્યુ હતુ. આ ગ્રુપ તરફથી ભારતને રીજનલ ગ્રુપ્સના એક વર્ષના કાર્યકાળ માટે પણ નામાંકિત કરવામાં આવ્યુ હતુ.

જાણો, ચક્રવાતી તોફાન 'અમ્ફાન'થી બચવા શું કરવુ અને શું ના કરવુજાણો, ચક્રવાતી તોફાન 'અમ્ફાન'થી બચવા શું કરવુ અને શું ના કરવુ

English summary
India challenging China, backs 62-nation coalition's push for probe into Coronavirus origin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X