For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India China face-off: અરુણાચલમાં સામ-સામે આવ્યા ઈન્ડો-ચીન સૈનિક

એક મોટા સમાચાર અરુણાચલ પ્રદેશથી છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તનાતની થઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક મોટા સમાચાર અરુણાચલ પ્રદેશથી છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તનાતની થઈ છે. અહીં એલએસી પર બંને દેશોના સૈનિકો વચ્ચે કલાકો સુધી સંઘર્ષની સ્થિતિ રહી. જો કે સંરક્ષણ સૂત્રોના હવાલાથી એ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને પક્ષો વચ્ચે ઘણા કલાકો સુધી આ અંગે વાતચીત થઈ અને પછી વિવાદ ઉકેલી લેવામાં આવ્યો છે જેનાથી સંઘર્ષની સ્થિતિ પેદા ન થઈ.

army

ANIના જણાવ્યા મુજબ આ ઘટના ગયા સપ્તાહની છે જેમાં કોઈ પણ પ્રકારનુ કોઈ નુકશાન થયુ નથી. કહેવામાં આવી રહ્યુ છે કે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીનના લગભગ 200 સૈનિક એલએસી ક્રૉસ કરીને ભારતના વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા જેમને ભારતીય સૈનિકોએ રોક્યા હતા ત્યારબાદ તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ હતી પરંતુ વાતચીતથી વસ્તુઓને ઉકેલી લેવામાં આવી હતી. હાલમાં સ્થિતિ કંટ્રોલમાં છે.

પાકિસ્તાની સેનાના અધિકારીઓની તૈનાતી

વળી, એક રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના મુખ્યાલય પર પાકિસ્તાની સેનાના અધિકારીઓની તૈનાતી થઈ છે. એવા સમાચાર છે કે પાક અધિકારીઓને ચીનના વેસ્ટર્ન થિયેટર કમાંડ અને સદર્ન થિયેટર કમાંડના મુખ્યાલયમાં તૈનાત કરવામાં આવ્યા છે.

સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં

તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબરના રોજ લદ્દાખ વિવાદ પર સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ કહ્યુ હતુ કે 'સીમા પર સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે પરંતુ ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની બીજી તરફ ઘણુ નિર્માણ કાર્ય કર્યુ છે. ચીન ત્યાં પોતાના વધુને વધુ સૈનિકોને તૈનાતીની ફિરાકમાં છે પરંતુ ભારત તેનો દરેક રીતે સામનો કરવા માટે તૈયાર છે, સુરક્ષા તંત્ર ખૂણે-ખૂણે નજર રાખી રહ્યુ છે પરંતુ અમે વાતચીતથી વિવાદને ઉકેલવા માંગીએ છીએ અને આના કારણે સતત વાતચીતનો સિલસિલો ચાલુ છે.' તમને જણાવી દઈએ કે લદ્દાખ વિવાદ પર અત્યાર સુધી 12 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે તેમછતાં તેનુ હજુ સુધી કોઈ પરિણામ નીકળ્યુ નથી.

પાકિસ્તાન પર સાધ્યુ નિશાન

વળી, પાકિસ્તાન માટે સેના પ્રમુખે કહ્યુ હતુ કે 'બૉર્ડર પર છેલ્લા 2 મહિનાથી ઘૂસણખોરીની કોશિશો થઈ છે. જો કે તે નિષ્ફળ રહી, જે પ્રમાણ મળ્યા છે તેનાથી જાણવા મળે છે કે આમાં સરહદ પારના લોકોનો હાથ રહ્યો છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યુ હતુ કે બૉર્ડર પર ઘૂસણખોરી થાય અને પાક સૈનિકોને કંઈ ખબર ન હોય એ સંભવ નથી.'

ચીને ઝેર ઓક્યુ

જો કે ગયા મહિને ચીને એક નિવેદન જાહેર કરીને વર્ષ 2020 જૂનમાં થયેલ ગલવાન ઘાટી સંઘર્ષ માટે ભારતને જવાબદાર ગણાવ્યુ હતુ જેમાં 20 ભારતીય સૈનિક શહીદ થઈ ગયા હતા અને ચાર ચીની સૈનિક માર્યા ગયા હતા. તેણે કહ્યુ હતુ કે ભારતે સીમા સંબંધી બધી સમજૂતીનુ ઉલ્લંઘન કર્યુ અને ચીની ક્ષેત્ર પર અતિક્રમણ કર્યુ છે. ભારતે ચીનના બધા આરોપોને ફગાવી દીધા હતા.

English summary
India-China face-off in Arunachal sector last week between soldiers of India & China as there is a difference in perception of LAC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X