• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Live: UN જનરલ એસેમ્બલીને પીએમ મોદીનું સંબોધન

|
Google Oneindia Gujarati News

પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે એક મોટો સમાચાર છે. અહીં ફરી એકવાર ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. ફરી એકવાર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. પરિસ્થિતિ તંગ છે અને ભારતીય સૈનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ ચીની સૈનિકોને યોગ્ય જવાબ આપ્યો છે. આપને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે 5 મેથી લદ્દાખમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. ચાર મહિના પછી પણ, તેનું કોઈ પરિણામ આવ્યું નથી અને 15 જૂને ગલવાન વેલીમાં મુકાબલાએ હિંસક વળાંક લીધો હતો. હેન્ડ-ટુ-હેન્ડ લડાઇમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા.

Newest First Oldest First
6:52 PM
મને વિશ્વાસ છે કે પોતાના 75મા વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર અને સભ્ય તમામ દેશ આ મહાન સંસ્થાની પ્રાસંગકતા બનાવી રાખવા માટે વધુ પ્રતિબદ્ધતા સાથે કામ કરશેઃ મોદી
6:51 PM
ભારત દુનિયાના એવા દેશોમાંથી એક છે જ્યાં મહિલાઓને 26 અઠવાડિયાની પેઈડ મેટર્નિટી લીવ આપવામાં આવી રહી છે. ભારતમાં ટ્રાન્સજેન્ડરના અધિકારોને સુરક્ષા આપવા માટે પણ કાનૂની સુધાર આપવામાં આવ્યા છેઃ મોદી
6:50 PM
કેટલાક દિવસ પહેલા જ ભારતે પોતાના છ લાખ ગામોને બ્રોડબેન્ડ ઓપ્ટિકલ ફાઈબરથી કનેક્ટ કરવાની મોટી શરૂઆત કરી છેઃ મોદી
6:50 PM
આજે ભારત પોતાના ગામોના 150 મીલિયન ઘરોમાં પાઈપથી પીવાનું પાણી પહોંચાડવાનું અભિયાન ચલાવી રહ્યું છેઃ મોદી
6:50 PM
આજે ભારત વર્ષ 2025 સુધી પોતાના દરેક નાગરિકને ટીબીથી મુક્ત કરવા માટે બહુ મોટું અભિયાન ચલાવી રહ્યું છેઃમોદી
6:50 PM
માત્ર 2-3 વર્ષમાં 500 મીલિયન લોકોને મફત ઈલાજની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવું આસાન નહોતું પણ ભારતે કરી બતાવ્યું, આજે ભારત પોતાના કરોડો નાગરિકોને ડિજિટલ એક્સેસ આપી એમ્પાવરમેન્ટ અને ટ્રાન્સપરન્સી સુનિશ્ચિત કરી રહ્યું છેઃ મોદી
6:48 PM
માત્ર 4-5 વર્ષમાં 400 મીલિયનથી વધુ લોકોને બેંકિંગ સિસ્ટમથી જોડવા આસાન નહોતા પણ ભારતે આ કરી બતાવ્યુંઃ મોદી
6:48 PM
ગત કેટલાક વર્ષોમાં રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ મંત્ર સાથે ભારતે કરોડો ભારતીયોના જીવનમાં મોટા બદલાવ લાવવાનું કામ કર્યું, આ અનુભવ વિશ્વના કેટલાય દેશો માટે એટલો જ ઉપયોગી છે જેટલો અમારા માટેઃ મોદી
6:47 PM
ભારતનો અવાજ માનવતા, માનવજાતી અને માનવીય જાતિના દુશ્મન આતંકવાદ, અવૈધ હથિયારોની તસ્કરી, ડ્રગ્સ અને મનિલોન્ડ્રિંગની વિરુદ્ધ હશેઃ મોદી
6:46 PM
અમારો માર્ગ જન કલ્યાણથી જગ કલ્યાણનો છે, ભારતનો અવાજ હંમેશા શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે ઉઠશેઃ મોદી
6:46 PM
આગલા વર્ષે જાન્યુઆરીથી ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પણ પોતાનું દાયિત્વ નિભાવશે, દુનિયાના અન્ય દેશોએ ભારત પર જે વિશ્વાસ જતાવ્યો તેના માટે બધા સાથી દેશોનો આભાર વ્યક્ત કરું છુંઃ મોદી
6:45 PM
અમે ભારતમાં અને અમારા પાડોસમાં ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ તરફ વધી રહ્યા છીએ, વેક્સીનની ડિલિવરી માટે સ્ટોરેજ જેવી ક્ષમતા વધારવા માટે ભારત બધાની મદદ કરશેઃ મોદી
6:45 PM
મહામારીના આ સમયમાં ભારતની ફાર્મા ઈન્ડસ્ટ્રીએ 150થી વધુ દેશોમાં જરૂરી દવા પહોંચાડી છે. આજે હું વૈશ્વિક સમુદાયને વધુ એક આશ્વાસન આપવા માંગું છું કે, ભારતની વેક્સીન પ્રોડક્શન અને વેક્સીન ડિલિવરી ક્ષમતા સમગ્ર માનવતાને આ સંકટથી બહાર કાઢવા માટે કામ આવશેઃ મોદી
6:44 PM
અમે અમારી વિકાસયાત્રાને શેર કરવામાં ક્યારેય પાછળ નથી રહેતાઃ મોદી
6:44 PM
ભારત જ્યારે કોઈ સાથે દોસ્તીનો હાથ વધારે છે તો કોઈ ત્રીજાની વિરુદ્ધ નથી હોતી, ભારત જ્યારે વિકાસની ભાગીદારી મજબૂત કરે છે તો તેની પાછળ કોઈ સાથી દેશને મજબૂર કરવાની સોચ નથી હોતીઃ મોદી
6:42 PM
ભારતે હંમેશા સમગ્ર માનવજાતી વિશે વિચાર્યું, ખુદના નિહિર્ત સ્વાર્થ વિશે નહિઃ મોદી
6:42 PM
2 ઓક્ટોબરે ઈન્ટરનેશનલ ડે ઑફ નોન વાયલન્ટ અને 21 જૂને ઈન્ટરનેશનલ ડે ઑફ યોગાની શરૂઆત પણ ભારતે જ કરી હતીઃ મોદી
6:42 PM
ભારત એ દેશ છે જેણે શાંતિની સ્થાપનામાં સૌથી વધુ પોતાના વીર સૈનિકોને ગુમાવ્યા છે, આજે પ્રત્યેક ભારતવાસી સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના યોગદાનને જોતાં સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની વ્યાપક ભૂમિકા પણ જોઈ રહ્યો છેઃ મોદી
6:41 PM
સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતે હંમેશા વિશ્વ કલ્યાણને મહત્વ આપ્યું છેઃ મોદી
6:41 PM
ભારતે આખરે ક્યાં સુધી ઈંતેજાર કરવો પડશે? અધ્યક્ષ મહોદય સંયુક્ત રાષ્ટ્ર જે આદર્શો સાથે સ્થાપિત થયો હતો અને ભારતની મૂળ દાર્શનિક સોચ બહુ મળતી આવે છે, અલગ નથી. સંયુક્ત રાષ્ટ્રના આ હોલમાં જ આ શબ્દ અનેકવાર ગુંજ્યો છે, વસુદૈવ કુટુંબકમ, અમે આખા વિશ્વને એક પરિવાર માનીએ છીએ, આ અમારી સંસ્કૃતિ, સંસ્કાર અને સોચનો ભાગ છેઃ મોદી
6:39 PM
અધ્યક્ષ મહોદય જ્યારે અમે મજબૂત હતા ત્યારે ક્યારેય દુનિયાને સતાવ્યા નથી અને જ્યારે અમે મજબૂર હતા ત્યારે દુનિયા પર ક્યારેય બોજ નથી બન્યાઃ મોદી
6:39 PM
આજે ભારતના લોકો ચિંતિત છે કે શું આ પ્રોસેસ ક્યારેય એક લોજીકલ એન્ડ સુધી પહોંચી શકશે? આખરે ક્યાં સુધી ભારતે સંયુક્ત રાષ્ટ્રના ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચરથી અલગ રાખવામાં આવશે? એક એવો દેશ જે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે, જ્યાં વિશ્વની 18 ટકાથી વધુ પ્રજાતિ રહે છે, સેંકડો બોલીઓ છેઃ મોદી
6:38 PM
અધ્યક્ષ મહોદય ભારતના 130 કરોડથી વધુ લોકોનો આ સંયુક્ત રાષ્ટ્ર પર જે વિશ્વાસ છે તે અન્ય દેશમાંથી તમને બહુ ઓછો જોવા મળશેઃ મોદી
6:37 PM
આ વૈશ્વિક મહામારીમાંથી નીકળવાના પ્રયાસોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી રિસ્પોન્સ ક્યાં છે? સંયુક્ત રાષ્ટ્રની વ્યવસ્થામાં, સ્વરૂપમાં બદલાવ આજના સમયની માંગ છેઃ મોદી
6:36 PM
કેટલાય લોકોએ પોતાના જીવનભરની પૂંજી ગુમાવવી પડી, પોતાના સપનાનું ઘર છોડવું પડ્યું, એ સમયે અને આજે પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસ શું પર્યાપ્ત હતા? -મોદી
6:36 PM
ત્રીજું વિશ્વયુદ્ધ ના થયું એ વાત તો સાચી છે પરંતુ એ વાત ના નકારી શકાય કે અનેક યુદ્ધ થયાં, અનેક ગૃહયુદ્ધ થયાં, કેટલીય આતંકી પ્રવૃત્તિઓએ દુનિયાને ધ્રુજાવી મૂકી, ખુનની નદીઓ વહી ગઈ, આ યુદ્ધોમાં જે મૃત્યુ પામ્યા તે આપણા તમારી જેમ માણસો જ હતાઃ પીએમ મોદી
6:35 PM
પાછલા 75 વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રની અનેક ઉપલબ્ધિઓ જોવા મળે પણ તેની સાથે જ અનેક એવાં ઉદાહરણ છે જે સંયુક્ત રાષ્ટ્ર સામે ગંભિર આત્મ મંથનની આવશ્યકતા ઉભી કરે છેઃ પીએમ મોદી
6:34 PM
વિશ્વ કલ્યાની ભાવના સાથે જે સંસ્થાની રચના થઈ તે પણ એ સમયના હિસાબે હતું, આજે આપણે એક બિલકુલ અલગ સમયમાં છીએ, એકવીસમી સદીમાં આપણા વર્તમાનની, આપણા ભવિષ્યની જરૂરીયાતો અને પડકારો અલગ છે, માટે આજે આખા વિશ્વ સમુદાય સામે એક મોટો સવાલ છે કે જે સંસ્થાની રચના ત્યારની પરિસ્થિતિઓમાં થયો હતો તેનું સ્વરૂપ શું આજે પણ પ્રાસંગિક છે? : મોદી
6:31 PM
જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી કાર્યક્રમને સંબોધિત કરશે.
6:31 PM
કોરોના સંકટના સમયમાં થઈ રહેલ સંયુક્ત રાષ્ટ્રના 75મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની થીમ છે 'ઘી ઉફ્યૂચર એન્ડ વી વોન્ટ, ધી યૂનાઈટેડ નેશંસ વી નીડ, રીઅફ્રેમિંગ આવર કલેક્ટિવ કમિટમેન્ટ ટૂ મલ્ટીલૈટ્રેલિજ્મ-કન્ફ્રંટિંગ ધી કોવિડ 19 થ્રૂ ઈફેક્ટિવ મલ્ટીલેટરલ એક્શન'
READ MORE

English summary
India-China standoff live: Indo-Chinese troops clash in eastern Ladakh, meeting continues in Chushul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X